12 માર્ચથી અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટી-20 સીરીઝની પહેલી મેચ રમાવાની છે. જેને લઇને ભારતીય ટીમનાં ખેલાડીઓ પૂરજોશથી તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે આ વચ્ચે ભારતીય ટીમનાં સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ટીમમાં વાપસી માટે ખૂબ પરસેવો નિકાળી રહ્યા છે.
Cricket / ICC ની ટેસ્ટ રેકિંગમાં પહેલીવાર ટોપ 10 માં રિષભ પંત
આપને જણાવી દઇએ કે, રવિન્દ્ર જાડેજાએ બેંગાલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડેમી (એનસીએ) માં પણ રિહૈબ કાર્યક્રમ શરૂ કરી દીધો છે. જણાવી દઇએ કે, ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જાડેજાને અંગૂઠાની ઇજાઓ થતાં સર્જરી કરાવવી પડી હતી. ઈજાને કારણે આવતી કાલથી ઇંગ્લેન્ડ સામેની ટી-20 શ્રેણીમાં જાડેજા ભારતીય ટીમનો ભાગ નહી હોય. તેમ છતા જાડેજા હાલમાં ચર્ચામાં આવ્યો છે. જણાવી દઇએ કે, તે બુધવારે ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે રાજસ્થાન રોયલ્સે તેમના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી. જેમા આઈપીએલ ફ્રેન્ચાઇઝીએ સવાલ પૂછ્યો કે, 2025 માં વિશ્વનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર કોણ હશે? આ સવાલનાં જવાબમાં જાડેજાએ મજેદાર પ્રતિક્રિયા આપી છે. જાડેજાએ આ પોસ્ટનો જવાબ આપતા કોઇ અન્ય ખેલાડીનું નામ ન લેતા પોતાનુ નામ લઇ અને કહ્યુ છે કે, 2025 માં તે જ સર્વશ્રેષ્ઠ ક્રિકેટર હશે. જાડેજાની આ ટિપ્પણી પછી રાજસ્થાન રોયલ્સનાં સંચાલકે જાડેજાની ટિપ્પણીને ટાંકીને કહ્યું હતું કે, ‘ચર્ચા અહીં ખતમ થાય છે.’
Cricket / IPL ની તૈયારીઓમાં મસ્ત છે ધોની બ્રિગેડની ટીમ, વાયરલ થયો નેટ પ્રેક્ટિસનો ફોટો
આપને જણાવી દઈએ કે, જાડેજાએ ઓસ્ટ્રેલિયા સામે સિડની ટેસ્ટ રમી હતી અને તે પછી છેલ્લી ટેસ્ટ તે રમી શક્યો ન હતો. છેલ્લી ટેસ્ટ મેચ બ્રિસ્બેનમાં રમવામાં આવી હતી, જે ભારતે જીતીને શ્રેણી 2-1 થી પોતાના નામે કરી દીધી હતી. સિડની ટેસ્ટ ડ્રો પર પૂર્ણ થઇ હતી, જેમા જાડેજાએ શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. જાડેજાએ ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગ દરમિયાન ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે 28 રનની બેટિંગ ઇનિંગ દરમિયાન અણનમ રહ્યો હતો. રવિન્દ્ર જાડેજાએ ભારત માટે અત્યાર સુધીમાં કુલ 51 ટેસ્ટ, 168 વન-ડે આંતરરાષ્ટ્રીય અને 50 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ સમય દરમિયાન તેણે ટેસ્ટમાં 1954 રન બનાવ્યા છે અને 220 વિકેટ લીધી છે. તેના ખાતામાં 2411 વનડે રન અને 188 વનડે વિકેટ છે. તેણે ક્રિકેટનાં નાના ફોર્મેટમાં 217 રન અને 39 વિકેટ ઝડપી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…