Not Set/ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેરિ કોમની સફરનો એંત, બ્રોન્ઝથી માનવો પડ્યો સંતોષ

ભારતની સ્ટાર અને આકોનીક બોક્સર મેરિ કોમે રશિયામાં મહિલા વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપની 51 કિલોગ્રામ શ્રેણીમાં કાંસ્ય પદક જીત્યો છે. સેમિફાઈનલમાં મેરિ કોમનો ભારે સંઘર્ષ બાદ તુર્કીની બુસેનાઝ કેકિરોગ્લૂને સામે પરાજય થયો હતો. ત્રીજા ક્રમની મેરિ કોમ બીજા ક્રમની કેકિરોગ્લૂ સામે 1-4થી હારી હતી. શરૂઆતી રાઉન્ડમાં બન્ને બોક્સર્સે પ્રથમ ચાલ માટે સાવચેતીપૂર્વની રમત દર્શાવી હતી. મેરિ […]

Sports
meri વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેરિ કોમની સફરનો એંત, બ્રોન્ઝથી માનવો પડ્યો સંતોષ

ભારતની સ્ટાર અને આકોનીક બોક્સર મેરિ કોમે રશિયામાં મહિલા વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપની 51 કિલોગ્રામ શ્રેણીમાં કાંસ્ય પદક જીત્યો છે. સેમિફાઈનલમાં મેરિ કોમનો ભારે સંઘર્ષ બાદ તુર્કીની બુસેનાઝ કેકિરોગ્લૂને સામે પરાજય થયો હતો. ત્રીજા ક્રમની મેરિ કોમ બીજા ક્રમની કેકિરોગ્લૂ સામે 1-4થી હારી હતી.

શરૂઆતી રાઉન્ડમાં બન્ને બોક્સર્સે પ્રથમ ચાલ માટે સાવચેતીપૂર્વની રમત દર્શાવી હતી. મેરિ કોમની આક્રમક રમત જોવા મળી હતી જો કે તુર્કીની બોક્સરે કાઉન્ટર એટેકથી જવાબ આપતા મેરિ કોમનો પરાજય થયો હતો. 51 કિલોગ્રામ શ્રેણીમાં મેરિ કોમનો આ પ્રથમ મેડલ છે. અગાઉ ક્વાર્ટર ફાઈનલમાં 36 વર્ષીય મેરિ કોમે રિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ વિજેતા કોલંબિયાની બોક્સર ઈંગરિત વેલેંસિયાને 5-0થી હરાવી હતી.

બીજીતરફ મહિલા વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતની લોવલિના બોરગોહેન (69 કિ.ગ્રા.), જમુના બોરો (54 કિ.ગ્રા) અને મંજૂ રાની (48 કિ.ગ્રા)માં આજે સેમિફાઈનલ મેચ રમશે. રાનીનો મુકાબલો થાઈલેન્ડની સી. રકસત અને બોરગોહેનનો મુકાબલો ચીનની યાંગ લીયૂ સામે થશે. જ્યારે બોરો ટોચનો ક્રમ ધરાવતી ચીન તાઈપેઈની હુઆંગ હસિઆઓ-વેન સામે ટકરાશે. હુઆંગ એશિયન ગેમ્સની બ્રોન્ઝ મેડલ વિજેયા બોક્સર છે.

ભારતે રેફરી વિરુદ્ધ અપીલ કરી હતી જો કે, આંતરાષ્ટ્રીય બોક્સિંગ સંઘની ટેક્નિકલ કમિટીએ આ અપીલને રદ કરી હતી. મહિલા વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં કાંસ્ય પદક જીતતા મેરિ કોમ આ ટૂર્નામેન્ટમાં છ ગોલ્ડ, એક સિલ્વર સાથે આઠ મેડલ જીતનાર એકમાત્ર મહિલા બોક્સર બની ગઈ છે. કેકિરોગ્લૂ યુરોપિયન ચેમ્પિયનશિપ વિજેતા છે અને યુરોપિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.