Cricket/ ભારતીય બોલરોએ ઈંગ્લેન્ડની 26 રનમાં 5 વિકેટ લઈને રચ્યો ઈતિહાસ

ઈંગ્લેન્ડની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને ટીમે ત્રણ ઓવરમાં જ તેના ટોચના ત્રણ બેટ્સમેનોની વિકેટ ગુમાવી દીધી હતી. આ ત્રણેય બેટ્સમેનો ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યા હતા

Top Stories Sports
India vs England Odi

India vs England Odi: ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વનડેમાં ભારતીય બોલરોએ યજમાન ટીમના બેટ્સમેનોની તબાહી મચાવી હતી. જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીની જોડીએ ઈંગ્લેન્ડના બેટિંગ કરનારાઓની કમર તોડી નાખી છે. ઈંગ્લેન્ડની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને ટીમે ત્રણ ઓવરમાં જ તેના ટોચના ત્રણ બેટ્સમેનોની વિકેટ ગુમાવી દીધી હતી. આ ત્રણેય બેટ્સમેનો ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યા હતા.

ભારતીય બોલરો અહીં જ અટક્યા નહોતા અને પછીની કેટલીક ઓવરોમાં ઈંગ્લેન્ડે 26 રનમાં પાંચ વિકેટ ઝડપી હતી. આ સાથે ઈંગ્લેન્ડની ટીમે એક શરમજનક રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે. શરૂઆતની પાંચ વિકેટ ગુમાવ્યા બાદ ભારત સામે સૌથી ઓછો સ્કોર બનાવનારી ઈંગ્લેન્ડ પ્રથમ ટીમ બની હતી. આ પહેલા આ રેકોર્ડ પાકિસ્તાનના નામે હતો, જે 1997માં કોલંબોમાં 5 વિકેટ ગુમાવીને 29 રન બનાવી શક્યું હતું.

ODI માં ભારત સામે 5મી વિકેટ પડવાનો સૌથી ઓછો સ્કોર

26/5 ઈંગ્લેન્ડ ઓવલ 2022

29/5 પાક કોલંબો SSC 1997

30/5 ઝિમ્બાબ્વે હરારે 2005

32/5 WI પોર્ટ ઑફ સ્પેન 1997

ભારતના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે ઈંગ્લેન્ડ માટે આ પાંચમાંથી 4 વિકેટ લીધી છે જ્યારે મોહમ્મદ શમીએ ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને પેવેલિયનમાં મોકલ્યો છે. ઈંગ્લેન્ડના પાંચમાંથી ચાર બેટ્સમેન ખાતું પણ ખોલી શક્યા ન હતા.

આ પણ વાંચો: Entertainment/ પુષ્પા 2ની સ્ક્રિપ્ટનું કામ પૂર્ણ, એક્શન સીન અત્યાર સુધીના સૌથી મોંઘા સીનમાંથી એક હશે

આ પણ વાંચો: viralnews/ ચીનમાં તપાસ ટીમે શોધી કાઢી બીજી દુનિયા, લોકોએ કહ્યું કે આનો કોઈ અંત જ નથી