Cricket/ IPL ની તૈયારીઓમાં મસ્ત છે ધોની બ્રિગેડની ટીમ, વાયરલ થયો નેટ પ્રેક્ટિસનો ફોટો

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021 9 એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં તમામ 8 ટીમોનાં ખેલાડીઓએ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે….

Sports

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021 9 એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં તમામ 8 ટીમોનાં ખેલાડીઓએ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. આ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ કેપ્ટન અને ચેન્નાઈ સુપરકિંગ્સ (Chennai Superking) નાં કેપ્ટને પણ ટીમનાં ખેલાડીઓ સાથે તાલીમ શરૂ કરી દીધી છે. ત્રણ વખત આઈપીએલનો ખિતાબ જીતનાર ચેન્નઈની ટીમ આ વખતે સંપૂર્ણ તાકાત સાથે મેદાનમાં ઉતરશે. ચેન્નઈ માટે આ અગાઉની સીઝન સારી નહોતી અને આ ટીમ પ્લેઓફમાં તેની જગ્યાની પુષ્ટિ કરી શકી નહોતી.

IPL 14: खिताब जीतने की तैयारी में जुटी Chennai Super Kings, महेंद्र सिंह धोनी ने नेट पर बहाया जमकर पसीना - Chennai super kings captain ms dhoni begin training at nets ahead

Cricket / કોહલી માટે ઈતિહાસ રચવાની તક, માત્ર આટલા રન ફટકારતા બનશે વર્લ્ડ રેકોર્ડ

ચેન્નાઈ સુપરકિંગ્સનાં ખેલાડીઓએ સોમવારથી તાલીમ શરૂ કરી હતી. વળી, અંબાતી રાયડુ (Ambati Raydu), રૂતુરાજ ગાયકવાડ (Ruturaj Gayakwad) સહિત ઘણા ખેલાડીઓ મહેન્દ્રસિંહ ધોની (Mahendrasinh Dhoni) સાથે જોડાયા હતા. આ વખતે ટીમમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે અને એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે ચેન્નઈની ટીમ આ સીઝનમાં શાનદાર પ્રદર્શન કરશે. જણાવી દઇએ કે, રોબિન ઉથપ્પા (Robin Uthappa) અને મોઇન અલી (Moin Ali) પણ ટીમમાં તેની સાથે સંકળાયેલા છે. જ્યારે સુરેશ રૈના (Suresh Raina) આ સીઝનમાં પરત ફરી રહ્યો છે. ચેન્નઈ સુપર કિંગ્સનાં સીઈઓ કાસી વિશ્વનાથ કહે છે કે, ચેન્નાઈનાં ખેલાડીઓએ પોતાનો ક્વોરેન્ટાઇન સમય પૂરો કર્યો છે અને હવે તે પ્રેક્ટિસ શિબિરનો ભાગ બની શકે છે.

IPL 2021 Chennai Super kings camp starts from 11 april but shift to mumbai IPL 2021 के लिए इस तारीख से मैदान पर उतरेंगे Ms Dhoni - News Nation

Cricket / IPL પહેલા રિંકી પોન્ટિંગે પંત, અશ્વિન અને અક્ષરને લઇને કર્યુ ખાસ ટ્વીટ

આઈપીએલ 2021 ની પહેલી મેચ ચેન્નઈમાં પાંચ વખતનાં ચેમ્પિયન રોહિત શર્મા (Rohit Sharma)ની મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) વચ્ચે યોજાશે. ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) વચ્ચે બીજી મેચ મુંબઇમાં યોજાવાની છે. જણાવી દઈએ કે, ગયા વર્ષે યુએઈમાં આઈપીએલ દરમિયાન દિલ્હી કેપિટિલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને બંને મેચમાં પરાજય આપ્યો હતો. હવે જોવાનું એ છે કે ચેન્નાઈ કેટલા દિવસો બાદ મુંબઇમાં શિબિર સ્થળાંતર કરે છે.

धोनी की अगुवाई में चेन्नई सुपर किंग्स के खिलाड़ियों ने नेट अभ्यास शुरू किया

Cricket / સેહવાગનાં સચિન પર કરેલા મઝાક પર યુવરાજે કહ્યુ- ‘ભાઈ તુ શેર છે પણ તે બબ્બર શેર છે’

CSK ની પૂરી ટીમ:

મહેન્દ્રસિંહ ધોની, ઇમરાન તાહિર, લુંગી નગિડી, રૂતુરાજ ગાયકવાડ, અંબાતી રાયડુ, રવિન્દ્ર જાડેજા, દિપક ચહર, એન જગદીસન, મિશેલ સેંટનર, કેએમ આસિફ, શાર્દુલ ઠાકુર, આર સાઇ કિશોર, રોબિન ઉથપ્પા, ફાફ ડુ પ્લેસીસ, ડ્વેન બ્રાવો, જોશ હેઝલવુડ, સેમ કુરૈન, કર્ણ શર્મા, કૃષ્ણપ્પા ગૌતમ, મોઇન અલી, ચેતેશ્વર પૂજારા, કે ભગત વર્મા, હરિ નિશાદ, હરીશંકર રેડ્ડી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ