જયપુર,
જયપુરના સવાઈ મનસિંહ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમાં યજમાન રાજસ્થાન રોયલ્સે ૪ વિકેટે શાનદાર વિજય મેળવ્યો છે. ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ દ્વારા આપવામાં આવેલા ૧૭૭ રનના ટાર્ગેટનો પીછો કરતા RRની ટીમે ૧૯.૫ ઓવરમાં જ વટાવી ટુર્નામેન્ટમાં પોતાનો પાંચમો વિજય હાંસલ કર્યો હતો.
The #VIVOIPL Points Table after Match 43. pic.twitter.com/yJkgLk0r6X
— IndianPremierLeague (@IPL) May 11, 2018
રાજસ્થાનની ટીમના શાનદાર વિજયના હિરો ઓપનર બેટ્સમેન જોશ બટલર રહ્યો હતો અને તેને ૯૫ રનની મેચ વિનિંગ ઇનિંગ્સના કારણે મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
A nail biting finish here in Jaipur as the @rajasthanroyals beat #CSK by 4 wickets in a must win game.#RRvCSK pic.twitter.com/ha9LBtqNUx
— IndianPremierLeague (@IPL) May 11, 2018
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી ચેન્નઈની ટીમે નિર્ધારિત ૨૦ ઓવરમાં ૪ વિકેટના નુકશાને ૧૭૬ રન બનાવ્યા હતા. પ્રથમ બેટિંગ કરતા CSKની ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને ઓપનર બેટ્સમેન અંબાતી રાયડુ માત્ર ૧૨ રન બનાવ્યા હતા જયારે શેન વોટસને ૩૯ રન બનાવી પેવેલિયનમાં ભેગો થયો હતો.
And, here comes the FIFTY for @ImRaina. This is his third half-century in #VIVOIPL 2018.#RRvCSK pic.twitter.com/PjmRxMlBTe
— IndianPremierLeague (@IPL) May 11, 2018
જો કે ત્યારબાદ મિડલ ઓર્ડર બેટ્સમેન સુરેશ રૈનાએ માત્ર ૩૫ બોલમાં શાનદાર ફિફ્ટી ફટકારતા ૫૨ રન બનાવ્યા હતા જયારે કેપ્ટન એમ એસ ધોનીએ ૨૩ બોલમાં ૩૩ રન અને સેમ બીલીન્ગ્સે ૨૭ રન ફટકાર્યા હતા. રાજસ્થાન તરફથી ઝડપી બોલર જોફ્રા આર્ચરે ૨ વિકેટ ઝડપી હતી.
CSK દ્વારા આપવામાં આવેલા ૧૭૭ રનના ટાર્ગેટનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સની ટીમે આ લક્ષ્યાંકને ૧૯.૫ ઓવરમાં જ વટાવ્યો અને જીત પોતાના નામે કરી હતી. ૧૭૭ રનના લક્ષ્યનો પીછો કરતા RRની શરૂઆત ખરાબ રહી હતી અને સ્ફોટક ઓલ રાઉન્ડર બેટ્સમેન બેન સ્ટોક્સ માત્ર ૧૧ રન બનાવી પેવેલિયનમાં ભેગો થયો હતો.
જયારે બીજી બાજુ ઓપનર વિકેટકીપર બેટ્સમેન જોશ બટલરે ટીમનો એક છેડો સાચવી રાખતા અણનમ ૯૫ રનની તુફાની ઇનિંગ્સ રમી હતી. બટલરે માત્ર ૬૦ બોલમાં ૧૧ ચોક્કા અને ૨ સિક્સર સાથે ૯૫ રનની મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી જયારે ઓલરાઉન્ડર ખેલાડી સ્ટુઅર્ટ બિન્નીએ ૧૭ બોલમાં ૨૨ રન બનાવ્યા હતા. ચેન્નઈની ટીમ તરફથી ઝડપી બોલર શાર્દુલ ઠાકુર, રવીન્દ્ર જાડેજા અને બ્રાવોએ અનુક્રમે ૧-૧ વિકેટ ઝડપી હતી.
