Champions Trophy 2025/ LIVE: યજમાન પાકિસ્તાન, ‘ચેમ્પિયન’ ભારત, વિનિંગ શોટ ‘સર જાડેજા’નો

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલ મેચ 09 માર્ચે ભારતઅને ન્યુઝીલેન્ડ વચ્ચે ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે.

Top Stories Sports
Beginners guide to 2025 03 09T230413.283 LIVE: યજમાન પાકિસ્તાન, 'ચેમ્પિયન' ભારત, વિનિંગ શોટ 'સર જાડેજા'નો

India vs New Zealand LIVE:  

CHAMPIONS ONCE AGAIN!

Team India has conquered the Champions Trophy with sheer determination, skill, and teamwork! A proud moment for every Indian as Team India has once again proved their dominance on the world stage.#IndiaVsNewZealandfinal pic.twitter.com/ApYPMkmxMZ

— PoornimaChauhan (@PoornimaChauha) March 9, 2025

10-20-જાડેજાના વિનિંગ શોટના પગલે ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી જીતતા ભારતમાં લોકો રીતસરના ઘરોની બહાર નીકળી પડ્યા હતા. આખો દેશ હર્ષોલ્લાસથી ઝૂમી ઉઠ્યો હતો. આખા દેશમાં જાણે હોળી પહેલા દિવાળી આવી ગઈ હોવાનો માહોલ સર્જાયો હતો. ભારતીય ક્રિકેટરો ચક દે ઇન્ડિયાના ખેલાડીઓ હતા તો ભારતીયો પણ ઝૂમી ઉઠીને બોલ્યા હતા છાવા… છાવા… આ સાથે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતના 12 વર્ષના દુકાળનો અંત આવ્યો હતો. આ પહેલા ભારત 2017માં પાકિસ્તાન સામે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં હારી ગયું હતું. રોહિત શર્મા, મોહમ્મદ શમી અને સર રવિન્દ્ર જાડેજાની આ અંતિમ ચેમ્પિયન્સ ટ્રોફી હતી. ફાઇનલમાં 76 રનની ધુઆંધાર ઇનિંગ્સ રમનારા કેપ્ટન રોહિત શર્માને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. તેની સાથે ચેમ્પિયન્સ ટ્રોફીમાં 263 રન કરવાની સાથે ત્રણ વિકેટ ઝડપી ઓલરાઉન્ડ દેખાવ કરનારા ન્યૂ ઝીલેન્ડના રચિન રવિન્દ્રને પ્લેયર ઓફ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીની પાંચેય મેચ જીતી હતી.

ન્યૂઝીલેન્ડના કેપ્ટન સેન્ટનરે જણાવ્યું હતું કે બંને ટીમ વચ્ચે ફરક ફક્ત છગ્ગાનો હતો. બાકી બધુ બરોબર હતુ. ભારતે કુલ નવ છગ્ગા ફટકાર્યા હતા અને તેની સામે ન્યૂઝીલેન્ડ ચાર જ છગ્ગા ફટકારી શક્યું હતું. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ જ ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે શ્રૈયસ ઐયરે બે છગ્ગા ફટકાર્યા હતા. આ ઉપરાંત ગિલ, અક્ષર પટેલ, રાહુલ અને પંડ્યાએ એક-એક છગ્ગો ફટકાર્યો હતો.

छा गए भारतीय छावा..❤️#ChampionsTrophy2025 टीम इंडिया ने न्यूजीलैंड को हराकर फाइनल जीत लिया है भारत को फाइनल जीतने पर पर ढेर सारी बधाइयां। #TeamIndia #ChampionsTrophy #INDvsNZ Jadeja #ViratKohli #KLRahul pic.twitter.com/xDIrumXdTk

— Pratima Chauhan (@Pratimach_98) March 9, 2025

Rohit sharma LIVE: યજમાન પાકિસ્તાન, 'ચેમ્પિયન' ભારત, વિનિંગ શોટ 'સર જાડેજા'નો

10-02- રવિન્દ્ર જાડેજાએ વિલ રુરકેએ નાખેલી 49મી ઓવરના અંતિમ બોલે વિનિંગ શોટ મારતે ભારતે 49 ઓવરના અંતે 6 વિકેટે 254 રન નોંધાવીને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી હતી.  જાડેજા 9 અને રાહુલ 34 રન કરીને અણનમ રહ્યા હતા. ભારત માટે આ ટુર્નામેન્ટની ખાસિયત એ હતી કે ભારત આખી ટુર્નામેન્ટમાં એકપણ મેચ હાર્યા વગર ટુર્નામેન્ટ જીત્યું હતું.

09-41ઃ ભારતે 47.3 ઓવરના અંતે 241 રનના સ્કો પર 6થી વિકેટ ગુમાવી. હાર્દિક પંડ્યા એક છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી 18 બોલમાં 18 રન કરી આઉટ થયો.

09-38ઃ ભારત 47 ઓવરના અંતે 5 વિકેટે 240 રન પર હતુ અને વિજયથી 12 જ રન દૂર હતું.

09-30 ભારતની પાંચેય વિકેટ ન્યૂઝીલેન્ડના સ્પિનરોએ જ ઝડપી હતી. આમ સ્પિનને જે ચક્રવ્યૂહે ન્યૂઝીલેન્ડને પરેશાન કર્યુ હતુ તે જ ચક્રવ્યૂહ ભારતીયોને પણ નડ્યો હતો. સ્પિનરો સામે સારી બેટિંગ કરવા જાણીતા ભારતીય બેટ્સમેનો ન્યૂઝીલેન્ડના સ્પિનરો સામે સંઘર્ષ કરતાં નજરે જોવા મળ્યો હતો. ન્યૂઝીલેન્ડના સ્પિનરોએ 35 ઓવરમાં 152 રન આપ્યા હતા અને ભારતની પાંચેય વિકેટ ઝડપી હતી. જ્યારે ભારતીય સ્પિનરોએ 38 ઓવરમાં 144 રન આપ્યા હતા અને પાંચ વિકેટ ઝડપી હતી.

09-13-41.3 ઓવરના અંતે ભારતે અક્ષર પટેલના સ્વરૂપમાં પાંચમી વિકેટ ગુમાવી. તેણે 40 બોલમાં એક છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી 29 રન કર્યા હતા. આ દરમિયાન તેણે ઐયર સાથે ચોથી વિકેટની 61 રનની ભાગીદારી નોંધાવી હતી.

09-07– ભારતે 40.5 ઓવરમાં 4 વિકેટેે 200 રન પૂરા કર્યા. અક્ષર પટેલ 29 અને કેએલ રાહુલ 11 રને રમતમાં છે. 41 ઓવરના અંતે ભારતનો સ્કોર 4 વિકેટે 202 રનનો છે.

09-00 સાન્તનેરે ભારતને ફરીથી ઝાટકો આપ્યો. બીજા સ્પેલમાં તેણે સેટ થઈ ગયેલા શ્રેયસ ઐયરને આઉટ કરતાં ભારતે 183 રનના સ્કોર પર ચોથી વિકેટ ગુમાવી હતી. શ્રેયસ ઐયરે રોહિત શર્મા અને કોહલીની વિકેટ પછી ભારતીય ઇનિંગ્સને સંભાળી હતી.  ઐયરે 62 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 48 રન કર્યા હતા. તેને કેચ ડ્રોપનો ચાન્સ મળ્યો હતો, પરંતુ તે તેનો ફાયદો ઉઠાવી શક્યો ન હતો. શ્રેયસ ઐયર અને અક્ષર પટેલ વચ્ચે ચોથી વિકેટની 61 રનની ભાગીદારી નોંધાઈ હતી.


<

08-40 ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ પછી ભારતનો ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી શકે છે. વિરાટ કોહલીએ તેને ગળે લગાવ્યો હતો, તેના કારણે આ પ્રકારની સંભાવના પ્રબળ બની ગઈ છે. રવિન્દ્ર જાડેજા 204 વન-ડે રમ્યો છે અને તેમા તેણે 231 વિકેટ ઝડપી છે. આ ઉપરાંત તેણે 2,797 રન પણ કર્યા છે. આ પહેલા ટી-20 વર્લ્ડ કપ જીત્યા પછી રવિન્દ્ર જાડેજાએ કોહલી અને રોહિત શર્માની સાથે ટી-20માંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. આમ હવે તે ભારતીય ક્રિકેટમાં ફક્ત ટેસ્ટ ફોર્મેટમાં જ રમવાનું જારી રાખી શકે છે.

08-35 – ભારતે 32.4 ઓવરમાં 3 વિકેટે 150 રન પૂરા કર્યા હતા. શ્રેયસ ઐયરે ફિલિપ્સને ચોગ્ગો મારવા સાથે ભારતના 150 રન પૂરા થયા હતા. આમ 33 ઓવરના અંતે ભારતનો સ્કોર 3 વિકેટે 154 રનનો હતો. પહેલા 100 રન 17 ઓવરમાં વિના વિકેટે પૂરા કરનારા ભારતે પછીના 50 રન પૂરા કરવા માટે બીજી 16 ઓવર લીધી હતી અને ત્રણ વિકેટ ગુમાવી હતી.

08-20 – ભારતે શુબમન ગિલ અને વિરાટ કોહલીની વિકેટ ઝડપથી ગુમાવતા ભારત પર દબાણ સર્જાયુ હતુ. તેના પછી ન્યૂઝીલેન્ડના સ્પિનરો સામે ભારત એક-એક રન માટે તરસી ગયુ હતુ. 16.6 ઓવરમાં વિના વિકેટે 100 રન કરનારું ભારત પછીની દસ ઓવરમાં ફક્ત 27 રન જ કરી શક્યું હતું અને ત્રણ વિકેટ ગુમાવી હતી. કેપ્ટન રોહિત શર્મા હતાશામાં આવીને છગ્ગો મારવાના પ્રયાસમાં સ્ટમ્પ આઉટ થતાં ભારતે 122 રને ત્રીજી વિકેટ ગુમાવી હતી. રોહિત શર્માએ  83 બોલમાં સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 76 રન કર્યા હતા. આમ ભારત વિના વિકેટે 105 રન પરથી 122 રનમાં 3 વિકેટ પર આવી ગયું છે. ન્યૂઝીલેન્ડ ભારતને ભારતના સ્પિન વ્યૂહમાં જ હંફાવી રહ્યુ છે. આશ્ચર્યની વાત તો એ છે કે સ્પિનરો સામે સારી બેટિંગ માટે જાણીતા ભારતીય બેટ્સમેનો ન્યૂઝીલેન્ડની સ્પિન બોલિંગ સામે નિસહાય જણાઈ રહ્યા છે. ભારતની ત્રણેય વિકેટ ન્યૂઝીલેન્ડના સ્પિનરોએ જ ઝડપી હતી.

India vs New Zealand Live Update:

07-50–  ભારતે 106 રનના સ્કોર પર બીજી વિકેટ ગુમાવતા ભારતને મોટો ઝાટકો લાગ્યો. વિરાટ કોહલીને બ્રેસવેલે લેગબીફોર કર્યો હતો. કોહલી ફક્ત એક રન કરીને આઉટ થતાં ભારતને મોટો ઝાટકો લાગ્યો હતો. બ્રેસવેલના બોલને અક્રોસ ધ બેટ રમવા રમવા જતાં કોહલી લેગબીફોર થયો હતો.

07-45ઃ ગ્લેન ફિલિપ્સ આજે ફરીથી ઉડ્યો હતો. તેણે કેપ્ટન સેન્ટનરની ઓવરમાં શુબમન ગિલનો અગાઉની મેચમાં કોહલી જેવો જ કેચ ઝડપ્યો હતો. આ સાથે ભારતે 18.4 ઓવરમાં 105 રનના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી હતી.

07-38ઃ ભારતે 16.6 ઓવરમાં વિના વિકેટે 100 રન પૂરા કર્યા. કેપ્ટન રોહિત શર્મા 60 બોલમાં સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 68 રન કરી રમતમાં છે. જ્યારે ઓપનર શુબમન ગિલ 42 બોલમાં એક ચોગ્ગાની મદદથી 27 રન કરી રમતમાં છે. આના પરથી જ રોહિત શર્માની પ્રભુત્વતાસભર બેટિંગનો અંદાજ આવી જાય છે. તેણે ફક્ત પહેલી વિકેટની જ નહીં પણ ફાઇનલની બેટિંગનો ભાર જાણે પોતાના ખભે જ ઉપાડી લીધો છે. તેના દ્વારા કરવામાં આવતો દરેક રન ભારતને વિજયની વધુ નજીક અને ન્યૂઝીલેન્ડને વિજયથી વધુ દૂર લઈ જાય છે. ન્યૂઝીલેન્ડે 19.2 ઓવરમાં 3 વિકેટે 100 રન પૂરા કર્યા હતા.

07-10- ભારતે દસ ઓવરના અંતે વિના વિકેટે 64 રન કર્યા હતા, જ્યારે ન્યૂઝીલેન્ડનો સ્કોર એક વિકેટે 69 રનનો હતો. ભારતીય કેપ્ટન રોહિત શર્મા 40 બોલમાં 3 છગ્ગા અને પાંચ ચોગ્ગાની મદદથી 48 રને અને શુબમન ગિલ દસ રને રમતમાં છે. ભારતનો સ્કોર 65 રન પર પહોંચ્યો ત્યારે રોહિત શર્માએ 41 બોલમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 50 રન પૂરા કર્યા હતા. તેની વન-ડે કારકિર્દીની આ 53માં હાફ સેન્ચુરી હતી.

7-05-  252 રનનો લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલા ભારતે મજબૂત પ્રારંભ કર્યો છે. ભારતે 7.2 ઓવરમાં રોહિત શર્માના છગ્ગાની સાથે 50 રન પૂરા કર્યા. આ સાથે ભારતનો સ્કોર વિના વિકેટે 51 રનનો થયો. આ 51 રનમાંથી રોહિત શર્માના 39 અને શુબમન ગિલના સાત રન છે. આના પરથી જ રોહિત શર્માના પ્રભુત્વનો અંદાજ આવી જાય છે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે દુબઈમાં આજે બપોરે ભારતીય સમય મુજબ 2:30 વાગ્યે મેચ શરૂ થશે.

02:41  પહેલી ઈનિંગમાં 6 રન અને 2 ઓવર પૂર્ણ થઈ છે. વિલ યંગ સ્ટ્રાઈક પર છે.

02:35  ન્યૂઝીલેન્ડે 10 બોલમાં 5 રન કર્યા છે. 0 વિકેટ છે.

03ઃ 00 ન્યૂઝીલેન્ડે 7મી ઓવરમાં વિના વિકેટે 50 રન પૂરા કર્યા.

03-12 વરૂણ ચક્રવર્તીએ ભારતને વિલ યંગના સ્વરૂપમાં પહેલી સફળતા અપાવી, વિલ યંગ 23 બોલમાં બે ચોગ્ગાની મદદથી ચક્રવર્તીની બોલિંગમાં લેગબિફોર થતાં ન્યૂઝીલેન્ડે 7.5 ઓવરમાં 57 રનના સ્કોરે પહેલી વિકેટ ગુમાવી

03-12 વરૂણ ચક્રવર્તીએ ભારતને વિલ યંગના સ્વરૂપમાં પહેલી સફળતા અપાવી, વિલ યંગ 23 બોલમાં બે ચોગ્ગાની મદદથી ચક્રવર્તીની બોલિંગમાં લેગબિફોર થતાં ન્યૂઝીલેન્ડે 7.5 ઓવરમાં 57 રનના સ્કોરે પહેલી વિકેટ ગુમાવી

03-23 ન્યૂઝીલેન્ડે 69 રનના સ્કોરે બીજી વિકેટ ગુમાવી. સેટ થઈ ગયેલા રચિન રવિન્દ્રને કુલદીપ યાદવે તેના સ્પેલના પહેલા જ બોલે ક્લીન બોલ્ડ કર્યો. કુલદીપ યાદવની ગુગલીને રચીન સમજી જ ન શકતાં બોલ્ડ થયો. રચિન ભારત માટે જોખમી બનતો જતો હતો. તેણે 29 બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 37 રન કર્યા હતા. 

03-31- ન્યૂઝીલેન્ડે 12.2 ઓવરમાં 75 રનના સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવી. કુલદીપ યાદવની બીજી ઓવરના બીજા બોલે વિલિયમ્સન તેના લેગબ્રેકને પ્લેસ કરવા જતાં કંટ્રોલ ન રાખી શકતાં તેને જ વળતો કેચ આપી બેઠો હતો.

04-00 ન્યૂઝીલેન્ડે 19.2 ઓવરના અંતે 3 વિકેટે 101 રન કર્યા.
<

blockquote class=”twitter-tweet”>

Abhi filhaal
SIR JADEJA GETS TOM LATHAM.

– New Zealand 108/4 in the #ChampionsTrophyFinal #INDvsNZ pic.twitter.com/lybqjJKSeg

— Mansi ✍️ Mamta (Modi ji ka Parivar) (@imamtasharma) March 9, 2025

04ઃ 15  ભારતીય સ્પિનરો સામે ન્યૂઝીલેન્ડે રકાસ જારી રાખતા ન્યૂઝીલેન્ડે 23.2 ઓવરના અંતે લાથમના સ્વરૂપમાં ચોથી વિકેટ ગુમાવી. જાડેજાએ ચેમ્પિયન્સ ટ્રોફીની આજની ફાઇનલમાં તેની પહેલી વિકેટ ઝડપી હતી. ભારતીય સ્પિનરો ન્યૂઝીલેન્ડને ભારે પડી રહ્યા છે. ન્યૂઝીલેન્ડ સામે ટોચની ચારેય વિકેટ ભારતીય સ્પિનરોએ ઝડપી છે.  ટોમ લાથમે 30 બોલમાં 14 રન કર્યા હતા. 

04-46: ન્યૂઝીલેન્ડે 34.3 ઓવરમાં 4 વિકેટે 150 રન પૂરા કર્યા. મિચેલ 37 અને ફિલિપ્સ 26 રને રમતમાં છે. બંને વચ્ચે 32 રનની ભાગીદારી થઈ છે.

05-01ઃ વરુણ ચક્રવર્તીએ ભારત માટે જોખમી બનતા ગ્લેન ફિલિપ્સને 165 રનના સ્કોર પર પહોંચતા ન્યૂઝીલેન્ડે પાંચમી વિકેટ ગુમાવી. આ સાથે ન્યૂઝીલેન્ડની સન્માનજનક સ્કોર કરવાની આશા પર પાણી ફરી વળ્યું. ગ્લેન ફિલિપ્સની ટીમ સાથે ન્યૂઝીલેન્ડની અડધી ટીમ ઓલઆઉટ થઈ ગઈ. વરૂણ ચક્રવર્તીએ બીજી વિકેટ ઝડપી હતી. આ સાથે આ મેચમાં અત્યાર સુધીની શ્રેષ્ઠ 57 રનની ભાગીદારીને ચક્રવર્તીએ તોડી હતી. આ સંજોગોમાં ન્યૂઝીલેન્ડનું પહેલું લક્ષ્યાંક હવે 250 રનના સ્કોર કે તેની નજીક પહોંચવાનું રહેશે. બધો આધાર ડેરિલ મિચેલ પર છે.  આમ ન્યૂઝીલેન્ડની પાંચેય વિકેટ સ્પિનરોએ ઝડપી હતી. ન્યૂઝીલેન્ડની સ્પિનરો સામે રમવાની નબળાઈ જોતાં ભારતે ફાઇનલમાં ચાર સ્પિનરો ઉતાર્યા છે.  તેમા પણ સ્પિનરોએ પાંચેય વિકેટ ઝડપતા આ જુગાર સફળ નીવડી રહ્યો હોવાનું લાગી રહ્યું છે. 

05-21 ડેરિલ મિચેલે 91 બોલમાં એક ચોગ્ગાની મદદથી 50 રન પૂરા કર્યા. તેણે હાફ સેન્ચુરી કરવામાં 91 બોલ લીધા હતા અને ફક્ત એક જ ચોગ્ગો માર્યો હતો. આ બતાવે છે ન્યૂઝીલેન્ડના બેટ્સમેન ભારતીય સ્પિનરો સામે કેવી રીતે સંભાળીને રમ્યા હતા. આ સમયે સ્કોર 5 વિકેટે 178 રનનો હતો. મિચેલની વન-ડે કારકિર્દીની આ સૌથી ધીમી હાફ સેન્ચુરી હતી. ભારતીય સ્પિનરોની ચુસ્ત બોલિંગ સામે ન્યૂઝીલેન્ડ 65 બોલ સુધી એક ચોગ્ગો ફટકારી શક્યું ન હતું.

05-30 ન્યૂઝીલેન્ડે 44.4 ઓવરમાં 5 વિકેટે 200 રન પૂરા કર્યા. આ સ્કોરે મિચેલ 52 અને માઇક બ્રેસવેલ 24 રને રમતમાં છે. 45 ઓવર પૂરી કરવાની સાથે વરુણ ચક્રવર્તીએ દસ ઓવરનો સ્પેલ 45 રન આપી બે વિકેટ ઝડપી સફળતાપૂર્વક પૂરો કર્યો.

05-36 ન્યૂઝીલેન્ડે 45.4 ઓવરમાં 211 રનના સ્કોર પર સેટ બેટ્સમેન ડેરિલ મિચેલની વિકેટ ગુમાવી. અંતિમ ઓવરમાં રનરેટ વધારવામાં મિચેલ ઘણો ઉપયોગી સાબિત થઈ શક્યો હતો. તે સેટ હતો. તેના લીધે ન્યૂઝી.ની 250 રનનો સન્માનજનક સ્કોર કરવાની આશાને મોટો ફટકો પડ્યો છે. શમીને મેચમાં પહેલી વિકેટ મળી હતી. મિચેલે 103 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 64રન કર્યા હતા. 

05-54ઃ ન્યૂઝીલેન્ડે 49મી ઓવરના અંતિમ બોલે 239 રનના સ્કોરે કેપ્ટન માઇકલ સેન્ટનરના રનઆઉટના સ્વરૂપમાં સાતમી વિકેટ ગુમાવી. કેપ્ટન સેન્ટનર આઠ રન કરી રનઆઉટ થયો. વિરાટ કોહલીએ બાઉન્ડ્રી પરથી સીધો થ્રો વિકેટકીપર રાહુલને આપતા તે રનઆઉટ થયો હતો. 

06-00ઃ ન્યૂઝીલેન્ડના બેટ્સમેન માઇક બ્રેસવેલે અત્યંત વિપરીત પરિસ્થિતિમાં 39 બોલમાં 3 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 50 રન કર્યા હતા. તે 53 રન કરીને અણનમ રહ્યો હતો. ન્યૂઝીલેન્ડને 250થી વધુ રનના સ્કોર પર પહોંચાડવામાં બ્રેસવેલે ડેરિલ મિચેલ પછી મહત્વની ભૂમિકા ભજવી હતી. ન્યૂઝીલેન્ડે ભારતીય સ્પિનરો સામે અડીખમ રહીને 50 ઓવરમાં 7 વિકેટે 251 રનનો સન્માનજનક સ્કોર કર્યો હતો. ભારતના ચાર સ્પિનરો સામે 38 ઓવરમાં 144 રન કરનારા ન્યૂઝીલેન્ડે સ્ટ્રાઇક બોલર શમીને લક્ષ્યાંક બનાવતા તેની નવ ઓવરમાં 74 અને હાર્દિક પંડ્યાને 3 ઓવરમાં 30 એમ કુલ 104 રન લીધા હતા. આમ ભારતના સ્પિન ચક્રવ્યૂહ સામે ન્યૂઝીલેન્ડે સ્પિનરો સામે વિકેટ જાળવીને ભારતીય ફાસ્ટ બોલરોને લક્ષ્યાંક બનાવવાનો વ્યૂહ સફળ રહ્યો હતો. આમ ભારતને હવે 252 રનનો ટાર્ગેટ મળ્યો છે. ન્યૂઝીલેન્ડ તરફથી ચાર છગ્ગા અને 15 ચોગ્ગા વાગ્યા હતા. તેમા બે છગ્ગા માઇક બ્રેસવેલે, એક રચિન રવિન્દ્રએ અને એક ગ્લેન ફિલિપ્સે ફટકાર્યો હતો.

————————————————————–

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલની મધ્ય ઓવરોમાં જબરદસ્ત એકશન જોવા મળી. – વિકેટો, કેચ ડ્રોપ અને ઘણી બધી સ્પિન બોલિંગ જોવા મળી. ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સની મહત્વની આંકડાકીય તવારીખ અહીં છે.

32768 માં 1 – સતત 15 ટોસ ગુમાવવાની સંભાવના, જે મેન્સ ODI માં ભારત સાથે બની છે. જોકે, ભારતે ટોસ હારવા છતાં તેમની અગાઉની 14 ODI માંથી નવ જીતી હતી અને ફક્ત ચાર વાર જ હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત દ્વારા સતત 15 ટોસ ગુમાવવો એ મેન્સ ODI માં કોઈપણ ટીમ માટે સૌથી લાંબો સિલસિલો છે. 2011 અને 2013 વચ્ચે નેધરલેન્ડ્સ દ્વારા હારવામાં આવેલા 11 ટોસ અગાઉના સૌથી લાંબા હતા.

5 – આ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ડ્રોપ કેચ દ્વારા રચિન રવિન્દ્ર માટે રાહત, જેમાં ફાઇનલમાં ભારત સામે બે કેચનો સમાવેશ થાય છે, જે આ ટુર્નામેન્ટમાં કોઈપણ બેટ્સમેન માટે સૌથી વધુ છે. મોહમ્મદ શમીએ 28 રન પર રવિન્દ્રને તેની બોલિંગમાં ડ્રોપ કર્યો, જ્યારે શ્રેયસ ઐયરે 29 રન પર વરુણ ચક્રવર્તીની બોલિંગમાં ડ્રોપ કર્યો. રવિન્દ્રએ ફક્ત ૩9 રન બનાવ્યા તેથી ડ્રોપ ભારતને બહુ મોંઘા ન પડ્યાં.

30– રવિવારે મધ્ય ઓવરો (11-40) દરમિયાન ભારતના સ્પિનરોએ ફેંકેલી ઓવર. વનડેમાં આ તબક્કામાં ભારતે બધા સ્પિન બોલ ફેંક્યાનું અગાઉનું ઉદાહરણ શ્રીલંકા સામે 2002ની ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલમાં રિઝર્વ ડે પર રમાયું હતું.

91 – રવિવારે ડેરિલ મિશેલે પોતાની ફિફ્ટી પૂરી કરવા માટે લીધેલા બોલ – વનડેમાં તેની સૌથી ધીમી ફિફ્ટી અને 2014માં વેસ્ટ ઇન્ડીઝ સામે માર્ટિન ગુપ્ટિલની 95 બોલની ફિફ્ટી પછી ન્યૂઝીલેન્ડના કોઈપણ બેટ્સમેન દ્વારા સૌથી ધીમી ફિફ્ટી.

4 વિકેટે 103 રન – ફાઇનલમાં ન્યૂઝીલેન્ડનો કુલ સ્કોર (11-40) જ્યારે તેણે પોતાના પહેલા 10માં 1 વિકેટે 69 રન બનાવ્યા હતા. 2013 પછી વનડેમાં ન્યૂઝીલેન્ડે ફક્ત એક જ વાર આનાથી ઓછા રન બનાવ્યા છે – 2018માં અબુ ધાબીમાં પાકિસ્તાન સામે 3 વિકેટે 102 રન.

81– 14મી ઓવર (મિશેલે અક્ષર પટેલ પર ફોર ફટકારી) અને 27મી ઓવર (ગ્લેન ફિલિપ્સે કુલદીપ યાદવ પર સિક્સર ફટકારી) વચ્ચે ન્યૂઝીલેન્ડ માટે બાઉન્ડ્રી વગરના બોલ.

4 – રવિવારે ભારત દ્વારા પડાયેલા કેચ, 2005ના ઇન્ડિયન ઓઇલ કપની ફાઇનલમાં શ્રીલંકા સામે તેમણે આપેલા ચાર તકો બાદ વનડે નોકઆઉટ મેચમાં સૌથી વધુ કેચ.

12 – 2023ના વર્લ્ડ કપ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે છેલ્લે જીત મેળવી ત્યારથી રોહિત શર્મા દ્વારા વનડેમાં કેપ્ટન તરીકે સતત ટોસ હારતો આવ્યો છે. તેણે ODIમાં કેપ્ટન માટે ટોસ હારવાના સૌથી લાંબા સિલસિલાની બરાબરી કરી છે – બ્રાયન લારાએ પણ 1998 અને 1999 વચ્ચે 12 ટોસ હાર્યા હતા.

ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy) 2025 ની ફાઇનલ મેચ 09 માર્ચે ભારત (India) અને ન્યુઝીલેન્ડ (New Zealand) વચ્ચે ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં ન્યુઝીલેન્ડના કેપ્ટન મિશેલ સેન્ટનરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન અત્યાર સુધી શાનદાર રહ્યું છે. ભારતે આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 4 મેચ રમી છે અને ચારેયમાં જીત મેળવી છે. જો આપણે ન્યુઝીલેન્ડની વાત કરીએ તો, તેઓએ પણ ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 4 મેચ રમી છે, જેમાંથી તેઓએ 3 જીતી છે અને એક હારનો સામનો કરવો પડ્યો છે. એ હારનો સામનો ભારત સામેની મેચમાં જ થયો હતો. ભારતે સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને 4 વિકેટથી હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. જ્યારે ન્યુઝીલેન્ડે બીજા સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 50 રનથી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રોહિતની કેપ્ટનશીપ હેઠળ ભારત સતત ચોથી ICC ફાઇનલ રમશે, શું 12 વર્ષ પછી ભારત ચેમ્પિયન્સ ટ્રોફી જીતશે ?

આ પણ વાંચો:જો ફાઇનલ મેચ ટાઇ થાય તો કોણ વિજેતા બનશે, ICC ના નિયમો શું છે, અહીં જાણો

આ પણ વાંચો:સેમીફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાની યોજના બરબાદ, રોહિત-ગૌતમનો ICCનો પ્લાન નિષ્ફળ!