Ahmedabad News: અમદાવાદ (Ahmedabad)માં ઓઢવ (Odhav) રિંગરોડ પરથી લાખો રૂપિયાની ચાંદી (Silver) ઝડપાઈ છે. ચોરખાનામાંથી 29 કિલો 740 ગ્રામ ચાંદીનો જથ્થો ઝડપાયો હતો. PCBએ રૂપિયા 45 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી શરૂ કરી છે.
અમદાવાદ શહેરમાં ઓઢવ રિંગરોડ પરથી લાખો રૂપિયાની ચાંદીનો જથ્થો ઝડપાયો છે. PCBની ટીમે કારમાં ચોરખાનું બનાવી છુપાવેલી ચાંદી ઝડપી પાડી છે. ચોરખાનામાંથી 29 કિલો 740 ગ્રામ ચાંદીનો જથ્થો ઝડપાયો છે, આરોપીઓએ છળકપટ અથવા ચોરી કર્યાની PCBને શંકા થઈ રહી છે. ચાંદીના જથ્થાનું બિલ કે આધાર પુરાવો ન આપતા કાર્યવાહી કરવામાં આવી રહી છે. PCBએ લાખોની ચાંદી સહિત રૂપિયા 45 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આરોપી ભાવેશ સોની અને અબ્દુલ ખાન ઉર્ફે ભુરૂની ધરપકડ કરી છે. ચાંદીનો જથ્થો અમદાવાદ રાણીપથી જાંબુઆ MP ખાતે લઈ જવાના હતા. રાણીપના કરણ અશ્વિન પટેલના ત્યાંથી આરોપીએ ચાંદી લીધી હતી. ચાંદીનો જથ્થો મધ્ય પ્રદેશનાં આશિષ સોનીને આપવાનો હોવાનો ખુલાસો થયો છે. પોલીસે બે આરોપી સહિત રૂપિયા 49 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ પણ વાંચો:કબૂતરબાજી કેસમાં એસએમસીએ કરી મોટી કાર્યવાહી, વારાણસીથી વધુ એક આરોપીની ધરપકડ
આ પણ વાંચો:મહેસાણામાં વધુ એક વિદેશ વાંચ્છુક છેતરાયો, કબૂતરબાજ એજન્ટે યુવક સાથે કરી છેતરપિંડી
આ પણ વાંચો:કબૂતરબાજી કૌભાંડમાં એજન્ટોએ પેસેન્જરો પાસેથી શું કરાવ્યું…