Covid-19/ તો શું કેરળ બન્યુ છે નવુ વુહાન? દેશનાં લગભગ 70 ટકા કેસ આ રાજ્યમાંથી નોંધાયા

દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેરનો ખતરો વધી રહ્યો છે. દરમિયાન, કોવિડ-19 નાં નવા કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.

Top Stories Trending
Mantavya 6 તો શું કેરળ બન્યુ છે નવુ વુહાન? દેશનાં લગભગ 70 ટકા કેસ આ રાજ્યમાંથી નોંધાયા

દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેરનો ખતરો વધી રહ્યો છે. દરમિયાન, કોવિડ-19 નાં નવા કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આ વચ્ચે દેશનાં કેરળ રાજ્યમાંથી દૈનિક કોરોનાવાયરસનાં કેસો સતત વધી રહ્યા છે. અહી દેશમાં નોંધાતા દૈનિક કેસનાં લગભગ 70 કેસ સામે આવી રહ્યા છે. જેને જોતા લાગી રહ્યુ છે કે શું આ નવુ વુહાન તો બન્યુ નથીને?

આ પણ વાંચો – કરોડોનું ઘર / અફઘાનિસ્તાનના ફરાર રાષ્ટ્રપતિ અશરફ ગનીનો પુત્ર અમેરિકાના સૌથી પોશ વિસ્તારમાં,તસવીરોમાં જુઓ

ફરી એકવાર કેરળમાં કોરોનાનાં 25 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોવિડનાં 25,772 નવા કેસ નોંધાયા છે, જ્યારે 189 કોરોના દર્દીઓનાં મોત થયા છે. 27,320 દર્દીઓ ઠીક પણ થયા છે, જ્યારે રાજ્યમાં હજુ પણ 2,37,045 સક્રિય કેસ છે. મૃત્યુઆંક 21,820 પર પહોંચી ગયો છે. વૈશ્વિક કોરોના વાયરસનાં કેસો વધીને 221 મિલિયન થયા છે. આપને જણાવી દઈએ કે, સમગ્ર વિશ્વમાં આ મહામારીને કારણે અત્યાર સુધીમાં 45.7 લાખથી વધુ લોકોનાં મોત થયા છે અને 5.48 અબજથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા આ આંકડા શેર કરવામાં આવ્યા છે. મંગળવારે સવારે તેના તાજેતરનાં અપડેટમાં, યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSSE) એ જાહેર કર્યું કે વર્તમાન વૈશ્વિક કેસો, મૃત્યુઆંક અને રસીકરણની સંખ્યા અનુક્રમે 221,051,151, 4,574,419 અને 5,489,941,974 છે.

આ પણ વાંચો – સિરાજુદ્દીન હક્કા  / અમેરિકાએ જે આતંકવાદીને મોસ્ટ વોન્ટેડ જાહેર કર્યો છે તે જ બન્યો અફધાનિસ્તાનનો નવો ગૃહમંત્રી

સીએસએસઈનાં જણાવ્યા અનુસાર, કોરોનાવાયરસથી અમેરિકા વિશ્વમાં સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. અહી કેસ અને મૃત્યુ અનુક્રમે 40,018,268 અને 649,319 છે. કોરોના સંક્રમણની બાબતમાં ભારત 33,027,621 કેસ સાથે બીજા ક્રમે છે. સીએસએસઈનાં ડેટા અનુસાર, 30 લાખથી વધુ કેસ ધરાવતા અન્ય સૌથી વધુ પ્રભાવિત દેશોમાં બ્રાઝિલ (20,899,933), યુકે (7,051,362), રશિયા (6,929,862), ફ્રાન્સ (6,924,325), તુર્કી (6,412,247), આર્જેન્ટિના (5,207,695), ઈરાન (5,156,98) છે. જો આપણે કોરોનાથી મૃત્યુની વાત કરીએ તો 583,810 મૃત્યુ સાથે બ્રાઝિલ બીજા નંબરે છે. 100,000 થી વધુ મૃત્યુઆંક પાર કરી ચૂકેલા દેશોમાં ભારત (440,752), મેક્સિકો (263,140), પેરુ (198,488), રશિયા (184,672), ઇન્ડોનેશિયા (136,473), યુકે (133,598), ઇટાલી (129,567), કોલંબિયા (125,331) , ફ્રાન્સ (115,563), આર્જેન્ટિના (112,673) અને ઈરાન (111,257) શામેલ છે.