whatsapp feature/ વોટ્સએપ લાવશે આઈફોન વપરાશકર્તાઓ માટે નવું ફીચર, જાણો શું થશે ફાયદો…

નોર્મલ પાસવર્ડની સાથે આજકાલ પાસ કી (Pass Key)નો ઉપયોગ કરાઈ રહ્યો છે. ઘણી વેબસાઈટ અને એપ્સમાં સિક્યોરિટી(Security) માટે આ ઓપ્શનનો ઉપયોગ થાય છે. ઘણા ટેક દિગ્ગજો, જેવાં કે, ગૂગલ (Google), મેટા (Meta)પોતાના વપરાશકર્તાઓ (Users)માટે એકાઉન્ટ સિક્યોર (Account Security)રાખવા પાસ કીનો ઓપ્શન આપે છે. મેટાએ ગયા વર્ષે એન્ડ્રોઈડ વોટ્સએપ યુઝર્સ….

Top Stories Tech & Auto
YouTube Thumbnail 2024 02 01T150253.949 વોટ્સએપ લાવશે આઈફોન વપરાશકર્તાઓ માટે નવું ફીચર, જાણો શું થશે ફાયદો...

Technology News: નોર્મલ પાસવર્ડની સાથે આજકાલ પાસ કી (Pass Key)નો ઉપયોગ કરાઈ રહ્યો છે. ઘણી વેબસાઈટ અને એપ્સમાં સિક્યોરિટી(Security) માટે આ ઓપ્શનનો ઉપયોગ થાય છે. ઘણા ટેક દિગ્ગજો, જેવાં કે, ગૂગલ (Google), મેટા (Meta)પોતાના વપરાશકર્તાઓ (Users)માટે એકાઉન્ટ સિક્યોર (Account Security)રાખવા પાસ કીનો ઓપ્શન આપે છે. મેટાએ ગયા વર્ષે એન્ડ્રોઈડ વોટ્સએપ યુઝર્સ (Android Whatsapp Users) માટે પાસ કીનો ઓપ્શન આપ્યો હતો. હવે, વોટ્સએપ આ ફીચર આઈફોન (iPhone) વપરાશકર્તાઓ માટે પણ લાવી રહ્યું છે.

તાજેતરમાં એક પ્રકાશિત રિપોર્ટ મુજબ આઈ WABetaInfoના રિપોર્ટ માં વોટ્સએપ એકાઉન્ટ વેરિફ્કેશન (Account Verification) માટે iOS એપ માટે પાસ કી ફીચર (Feature) પર કામ કરી રહ્યું છે. જલ્દીથી જ તેને રોલ આઉટ કરી દેવામાં આવશે. આ રિપોર્ટ મુજબ, iOS 24.2.10.73 વર્ઝન પર જોવા મળ્યું છે. તેના સ્ક્રીનશોટ પણ સામે આવ્યા છે. તેના પરથી માલૂમ પડ્યું છે કે વોટ્સએપ એક નવું સેક્શન તૈયાર કરી રહ્યું છે. જ્યાં યુઝર્સ પોતાના પાસ કીની કોન્ફિગર કરી શકશે.

લોગિન કરવું થશે સરળ

આ પ્રક્રિયાથી જે લોકોને 6 ડિજીટના આંકડાની જરૂર પડતી હતી, જ્યારે આ નવી સિસ્ટમથી કોડની જરૂર નહીં પડે. બાદમાં ફેસ આઈ ડી, ટચ આઈ ડી, ડિવાઈસ પાસવર્ડને યુઝ કરી પોતાના એકાઉન્ટમાં લોગ ઈન કરી શકાશે.

પાસ – કી એટલે શું?

એ એવું ફીચર છે જેમાં6 ડિજીટના આંકડા લખ્યા વિના એકાઉન્ટમાં લોગ ઈન કરવાની સુવિધા આપે છે. આ સિસ્ટમને એપલ, ગૂગલ, માઈક્રોસોફ્ટના સહયોગથી FIDO Alliance દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ ફીચર પાસવર્ડની જગ્યાએ બાયોમેટ્રિક અથવા ફેસથી વેરિફિકેશન કરવામાં સક્ષમ બનાવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટઆ પણ વાંચોઃInterim Budget 2024/ આ ચાર જાતિઓ પર સરકારનું ફોકસ : નિર્મલા સીતારામન

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ