Not Set/ મુંબઈમાં શુક્રવાર પછી આવી શકે છે પુષ્કળ વરસાદ, 2005 જેવી થઇ શકે છે પરિસ્થિતિ

ખાનગી વેધર કંપની સ્કાયમેટે આગાહી કરીને જણાવ્યું છે કે, આ શુક્રવારથી મુંબઈમાં ભારે વરસાદ પાડવાની આશંકા વ્યક્ત કરી છે. તેમને લોકોને ચેતવણી આપતા જણાવ્યું હતું કે, તેઓ જરૂર વગર બહાર નીકળવાની મનાઈ કરી હતી. આ આગાહી કરતા સ્કાયમેટના વાઇસ પ્રેસિડેન્ટે જણાવ્યું હતું કે 2005 ની જ જેમ અતિવૃષ્ટિનો સંદેશો આપ્યો હતો. તેમને જણાવ્યું હતું કે […]

Top Stories India
rain6 મુંબઈમાં શુક્રવાર પછી આવી શકે છે પુષ્કળ વરસાદ, 2005 જેવી થઇ શકે છે પરિસ્થિતિ

ખાનગી વેધર કંપની સ્કાયમેટે આગાહી કરીને જણાવ્યું છે કે, આ શુક્રવારથી મુંબઈમાં ભારે વરસાદ પાડવાની આશંકા વ્યક્ત કરી છે. તેમને લોકોને ચેતવણી આપતા જણાવ્યું હતું કે, તેઓ જરૂર વગર બહાર નીકળવાની મનાઈ કરી હતી.

આ આગાહી કરતા સ્કાયમેટના વાઇસ પ્રેસિડેન્ટે જણાવ્યું હતું કે 2005 ની જ જેમ અતિવૃષ્ટિનો સંદેશો આપ્યો હતો. તેમને જણાવ્યું હતું કે તેમનું એમ પણ નથી કહેવું કે 2005 જેવી જ પરિસ્થિતિઓ સર્જાઈ શકે પરંતુ સાવચેતી રાખતા અમુક બાબતોથી બચી શકાય એમ છે.

આપને જણાવી દઈએ કે શાંતાક્રુઝમાં આવેલી હવામાનની ઓબ્ઝરવેટીમાં છેલ્લા 24 કલાકમાં અંદાજે 50 મીલીમીટર વરસાદ નોંધાયો છે, જે વધશે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સ્કાયમેટે જણાવ્યું હતું કે મુંબઈની જેમ જ હિગોલી, બીડ અને અન્ય વિસ્તારોમાં પણ પૂરતી માત્રામાં વરસાદ પડે એવી આગાહી છે.