Rajkot/ રંગીલા રાજકોટ વાસીઓ માટે ખુશ ખબર, તમામ બગીચાઓ રાત્રે 10 સુધી રહેશે ખુલ્લા

રાજકોટવાસીઓને રંગીલા કહેવામાં આવે છે. દરેક બાબતને માણી લેવામાં રાજકોટવાસીઓ પાવરધા છે. કોરોનાના કારણે બાગ-બગીચામાં ફરવાના શોખીન એવા રાજકોટવાસીઓના શોખને જાણે ગ્રહણ લાગી ગયું હતું. કોવિડ -19 ને

Top Stories Gujarat
rescoures રંગીલા રાજકોટ વાસીઓ માટે ખુશ ખબર, તમામ બગીચાઓ રાત્રે 10 સુધી રહેશે ખુલ્લા

રાજકોટવાસીઓને રંગીલા કહેવામાં આવે છે. દરેક બાબતને માણી લેવામાં રાજકોટવાસીઓ પાવરધા છે. કોરોનાના કારણે બાગ-બગીચામાં ફરવાના શોખીન એવા રાજકોટવાસીઓના શોખને જાણે ગ્રહણ લાગી ગયું હતું. કોવિડ -19 ને લઈને સરકારની માર્ગદર્શિકા મુજબ જાહેર બગીચાઓ મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવ્યા હતા. પછી ધીમે-ધીમે સમયમાં ફેરફાર કરી અને સાંજે 7 વાગ્યા સુધી જ ખુલ્લા રાખવાનો નિર્ણય મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

Image result for image of rajkot garden

Jammu / પુલવામા હુમલાની વરસી પર ટળ્યો મોટો આતંકી હુમલો, બસ સ્ટેન્ડમાંથી મળ્યો 7 કિલો lED

એક તરફ દેશમાં મોટા પાયા પર રસીકરણ શરૂ થયું છે ત્યારે કોરોનાવાયરસના કેસ હવે ધીમેધીમે ઘટી રહ્યા છે. જેના કારણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ શહેરના બગીચાઓના પ્રવેશને લઇને છેલ્લા ઘણા મહિનાઓથી સાંજે 7 વાગ્યા સુધી જ છૂટનો નિર્ણય યથાવત રાખવામાં આવ્યો હતો.કોરોનાની અસર ધીમી પડવાના કારણે રાજકોટ મહાનગરપાલિકાએ મહત્વનો નિર્ણય લેતા શહેરના તમામ બગીચાઓ રાતે 10 વાગ્યા સુધી ખુલ્લા રાખવાનો નિર્ણય લીધો છે.

Image result for image of rajkot garden

Political / એકવાર ફરી નજરકેદ કરવામાં આવ્યા ઉમર અબ્દુલ્લા, ટ્વીટ કરી આપી જાણકારી

કોરોનાવાયરસને કારણે રાજકોટ મહાનગરપાલિકાએ શહેરના તમામ 150 જેટલા બગીચાઓ ખુલ્લા રાખવા માટે સમય નિર્ધારિત કર્યો હતો. તેમજ સાંજે 7 વાગ્યા સુધી જ પ્રવેશને છૂટ આપવામાં આવી હતી. જેના કારણે ફરવા અને વોકિંગ કરવામાં લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડતો હતો.ધીમે ધીમે કોરોનાની અસર નહિવત થવા લાગી છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાએ લોકલાગણીને માન આપીને આ નિર્ણય કર્યો છે.જેથી રાજકોટવાસીઓ માટે સારા સમાચાર ગણી શકાય અને સાંજના સમયે પણ પરિવાર સાથે બગીચાની મજા માણી શકાશે.

Image result for image of rajkot garden

Gujarat / અમદાવાદીઓ માટે ખુશખબર, મંતવ્ય ન્યૂઝ પર CM રૂપાણીની મોટી જાહેરાત

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…