પેપર લીક/ ગૌણ સેવા ભરતી પરીક્ષાના પેપર આટલા લાખમાં વેચાયા : યુવરાજસિંહ જાડેજાનો આરોપ

યુવરાજ સિંહે જણાવ્યું હતું કે, અમારી પાસે રહેલા પુરાવાના આધારે તપાસ કરવામાં આવે અને દોષિતને સજા આપવામાં આવે. તેમના જણાવ્યા અનુસાર પેપર લીકમાં પોલીસ કોન્સ્ટેબલ જવાબદાર છે. 

Top Stories Gujarat
યુવરાજ સિંહ ગૌણ સેવા ભરતી પરીક્ષાના પેપર આટલા લાખમાં વેચાયાનો આરોપ : યુવરાજસિંહ જાડેજા
  • ગૌણ સેવા ભરતી પરીક્ષા મુદ્દે વિવાદ
  • પરીક્ષાના એક દિવસ અગાઉ પેપર લીક
  • 10 થી 12 લાખમાં પેપર વેચાયાનો આરોપ
  • હિંમતનગરના ફાર્મ હાઉસથી થયું હતું લીક
  • પેપર લીકમાં પોલીસ કર્મીની પણ સંડોવણી
  • 186 જગ્યા માટેની પરીક્ષા યોજાઈ હતી
  • દોઢ લાખ ઉમેદવારોએ આપી હતી પરીક્ષા

ગતરોજ રવિવારે 11 ડિસેમ્બરના રોજ રાજ્યમાં ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંગે આજ રોજ આપ એટલે કે આમ આદમી પાર્ટીના વિધાર્થી પાંખના નેતા યુવરાજ સિંહ દ્વારા પ્રેસ કૉંફરન્સમાં દાવો કરવામાં આવ્યો છે. આ પરીક્ષાના પેપર સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે લીક થાય છે. અને પરીક્ષા પહેલા જ કેટલીક જગ્યાએ તેનું લાખો રૂપિયામાં વેચાણ પણ થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, 186 જગ્યા માટે ની પરીક્ષા યોજાઇ હતી.  જેમાં 2 લાખ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. અને આશરે દોઢ લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.  યુવરાજ સિંહે પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો કે, પેપર લીક થઈ ગયું હતું અને સોશિયલ મીડિયામાં તેના પુરાવા આપ પાસે છે.

યુવરાજ સિંહ ના જણાવ્યા અનુસાર સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના એક ખાનગી ફાર્મ હાઉસમાંથી આ પેપર લીક થયું હતું.  જેમાં 16 વિધાર્થીઓ અને 1 નિરીક્ષક હિંમતનગરના ફાર્મ હાઉસમાં હાજર હતા. ભાવનગર, પ્રાંતિજ અને સુરેન્દ્રનગર સહિતના વિસ્તારમાં પરીક્ષા પહેલા પેપર પોહોંચ્યું હતું.  10 ને 36 મિનિટ પરીક્ષા પહેલા પેપર પોહોંચ્યું હતું.

એક ઉમેદવારને કોબાની એક સંસ્થામાંથી ચબરખી મળી હતી. હિંમતનગરમાં પેપર 10 અને 12 લાખમાં આ પેપર વેચાયા હોવાનો દાવો એમણે  કર્યો હતો. જ્યારે અન્ય સ્થળો પર 7 થી 8 લાખ માં વેચાયું હતું.

વધુમાં યુવરાજ સિંહે જણાવ્યું હતું કે, અમારી પાસે રહેલા પુરાવાના આધારે તપાસ કરવામાં આવે અને દોષિતને સજા આપવામાં આવે. તેમના જણાવ્યા અનુસાર પેપર લીકમાં પોલીસ કોન્સ્ટેબલ જવાબદાર છે.  તેની સામે કાર્યવાહી કરવામાં આવે.

અમને જાણ થઈ ત્યારે ગૌણ સેવાના સચિવને ટેલિફોનિક જાણ થઈ હતી.  અને ત્યારબાદ રજુઆત કરવામાં આવી પણ કોઈ પગલાં ન ભરતા મીડિયા સમક્ષ રજૂઆત કરી રહ્યા છીએ. તેમને આ મામલે સરકાર કડક કાર્યવાહી કરે તેવી માંગણી પણ કરી હતી.

વડોદરા / ધર્મ પરિવર્તન મામલે મધર ટેરેસા મિશનરી ઓફ ચેરીટેબલ સામે આરોપ, ફરિયાદ દાખલ

રાજકીય / શું રાહુલ ગાંધી ફરી સ્મૃતિ ઈરાની સામે ચૂંટણી લડશે? 

PM Modi in Kashi / PM મોદી કાશીમાં શું ગયા, ટ્વીટર પર બર્નોલ શબ્દ એટલો ટ્રેન્ડ થયો કે, લોકોએ લખ્યું –

કોરોના સંક્રમિત / કરીના કપૂર અને અમૃતા અરોરાને થયો કોરોના, રિયા કપૂરના ઘરે ગર્લ ગેંગ સાથે કરી હતી પાર્ટી