દેવભૂમિ/ દ્વારકા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં હોદ્દેદારની વરણી કરાઇ

દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લા તેમજ સમગ્ર હાલાર પંથના વિદ્યાર્થીઓને રાષ્ટ્રવાદી વિચારોથી સંકલિત કરવામાં આવશે.

Top Stories Gujarat Others
દ્વારકા

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું રાષ્ટ્રીય અધિવેશન તાજેતરમાં દિલ્હીમાં યોજાયું હતું. જેમાં ગુજરાત પ્રદેશની કારોબારી બેઠક પણ યોજાઈ હતી. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના સક્રિય યુવા કાર્યકર સંદીપ બેરાને જામનગર મંડળ કન્વીનરની મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રવાદી વિચારધારા વિકસાવવામાં સંદીપ બેરાની મહત્વની ભૂમિકા બાદ હવે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લા તેમજ સમગ્ર હાલાર પંથના વિદ્યાર્થીઓને રાષ્ટ્રવાદી વિચારોથી સંકલિત કરવામાં આવશે. ઉપરાંત સંસ્થાના કાર્યનો વ્યાપ પણ વિસ્તારવામાં આવશે.

સંદીપ બેરાએ અગાઉ દ્વારકા જિલ્લા પરિષદ કી પાઠશાલા, ઐતિહાસિક તિરંગા યાત્રા, વિદ્યાર્થીઓ માટે સ્વરક્ષણ તાલીમ અને વિદ્યાર્થી પરિષદ દ્વારા જિલ્લા કન્વીનર તરીકે વિદ્યાર્થી કલ્યાણમાં અનેક રજૂઆતો અને આંદોલનો કર્યા છે. ખંભાળિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મૂળોભાઈ બેરાના પુત્ર સંદિપભાઈ બેરાને વિવિધ વિદ્યાર્થી સંગઠનો અને યુવા કાર્યકરોએ અભિનંદન પાઠવ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 દ્વારકા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં હોદ્દેદારની વરણી કરાઇ


આ પણ વાંચો:વિદ્યાર્થીઓને ચોક્કસ પ્રકારનું જ સ્વેટર પહેરવાની ફરજ ના પાડે, શાળાના સંચાલકો માટે ખાસ પરિપત્ર

આ પણ વાંચો:અમરાઈવાડીમાં એસિડ એટેક, યુવતીને આપેલી ધમકીનું ઓડિયો રેકોર્ડિંગ આવ્યું સામે

આ પણ વાંચો:ગાય,ગંદકી અને રાજકારણ, પ્લાસ્ટિક ખાવાથી ગાયો મરે છે

આ પણ વાંચો:ઘર કંકાસમાં સગા પુત્રોએ લાકડી અને કોદાળીના ઘા ઝીકી પિતાની કરી હત્યા