Not Set/ અલ્પેશ ઠાકોર દુષ્કર્મ પીડિત બાળકીને ન્યાય અપાવી શક્યા નથી:ઠાકોર સેનાના આગેવાન

અમદાવાદ, લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ઠાકોર સમાજમાં કોંગ્રેસી નેતા અલ્પેશ ઠાકોરને લઈને નારાજગી વધી રહી છે. કોંગ્રેસી નેતા અલ્પેશ ઠાકોર પર નિશાનો સાધતા ક્ષત્રિય ઠાકોર સેનાના આગેવાન અભિજીત બારડ કહ્યું કે જે નેતાને સમાજનું હિત ન દેખાય તેને સામાજિક નેતૃત્વ કરવાનો કોઈ જ અધિકાર નથી. અલ્પેશ દુષ્કર્મ પીડિત બાળકીને અને ત્યારબાદ થયેલી […]

Gujarat Others Videos
mantavya 371 અલ્પેશ ઠાકોર દુષ્કર્મ પીડિત બાળકીને ન્યાય અપાવી શક્યા નથી:ઠાકોર સેનાના આગેવાન

અમદાવાદ,

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ઠાકોર સમાજમાં કોંગ્રેસી નેતા અલ્પેશ ઠાકોરને લઈને નારાજગી વધી રહી છે. કોંગ્રેસી નેતા અલ્પેશ ઠાકોર પર નિશાનો સાધતા ક્ષત્રિય ઠાકોર સેનાના આગેવાન અભિજીત બારડ કહ્યું કે જે નેતાને સમાજનું હિત ન દેખાય તેને સામાજિક નેતૃત્વ કરવાનો કોઈ જ અધિકાર નથી.

અલ્પેશ દુષ્કર્મ પીડિત બાળકીને અને ત્યારબાદ થયેલી હિંસામાં સંપડાયેલા 863 લોકોને આજ દિવસ સુધી ન્યાય અપાવી શક્યા નથી. ઠાકોર સમાજે જે નેતાઓનો સાથ સહકાર આપ્યો. આજે એ અમારી ખબર સુદ્ધા લેવા આવ્યા નથી.

જો કે અલ્પેશ ઠાકોરે સમાજના યુવકોને અસામાજિક તત્વો ગણાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, 28મી સપ્ટેમ્બરના રોજ સાબરકાંઠા ગામના ઢૂંઢર ગામમાં 14 માસની બાળકી સાથે દુષ્કાર્મ આચરવામાં આવ્યું હતું જેમાં આરોપી ઉત્તર ભરતીય હોવાથી સમગ્ર રાજ્યમાં પર-પ્રાંતીય લોકો વિરુદ્ધ હિંસા ફાટી નીકળી હતી.