Not Set/ અમદાવાદમાં પેટ્રોલ 82.17 રૂપિયે લીટર, ભાવો હજુ વધશે, અહીં જાણો કારણો

અમદાવાદ છેલ્લાં 20 દિવસથી પેટ્રોલના ભાવમાં 4 રૂપિયા જેટલો વધારો થયો છે.ગુરૂવારે પણ પેટ્રોલના ભાવમાં 14 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો હતો.અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 82.17 રૂપિયા પ્રતિ લીટર ભાવ પહોંચ્યો હતો,જ્યારે ડીઝલના ભાવમાં 79.74 રૂપિયા પ્રતિ લીટર ભાવ પહોંચ્યો હતો. મુંબઇમાં પેટ્રોલનો ભાવ 15 પૈસા વધીને 90.35 રૂપિયા પ્રતિ લીટર પહોંચ્યો હતો.દેશના મેટ્રો શહેરોમાં ડીઝલના […]

Top Stories India
petrol diesel અમદાવાદમાં પેટ્રોલ 82.17 રૂપિયે લીટર, ભાવો હજુ વધશે, અહીં જાણો કારણો

અમદાવાદ

છેલ્લાં 20 દિવસથી પેટ્રોલના ભાવમાં 4 રૂપિયા જેટલો વધારો થયો છે.ગુરૂવારે પણ પેટ્રોલના ભાવમાં 14 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો હતો.અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 82.17 રૂપિયા પ્રતિ લીટર ભાવ પહોંચ્યો હતો,જ્યારે ડીઝલના ભાવમાં 79.74 રૂપિયા પ્રતિ લીટર ભાવ પહોંચ્યો હતો.

મુંબઇમાં પેટ્રોલનો ભાવ 15 પૈસા વધીને 90.35 રૂપિયા પ્રતિ લીટર પહોંચ્યો હતો.દેશના મેટ્રો શહેરોમાં ડીઝલના ભાવમાં પણ 12 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો હતો.

પેટ્રોલનો આ ભાવ વધારો જોતા દેશમાં નજીકના ભવિષ્યમાં એક લીટર પેટ્રોલની કિંમત 100 રૂપિયા પર પહોંચે તો નવાઈ નહી હોય.ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રુડ ઓઈલના ભાવ છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધારે છે.ક્રુડ ઉત્પાદક દેશો દ્વારા સપ્લાયમાં થયેલા ઘટાડાના કારણે હાલમાં ઓઈલ પ્રતિ બેરલ 81.39 ડોલરના ભાવે છે.2014 પછી આ સૌથી વધુ ઉંચો ભાવ છે.એ સિવાય ડોલરની સામે રૂપિયો કાચો પડતાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ ક્રુડ ઓઇલની ખરીદી મોંઘી પડી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા અને ચીન વચ્ચે શરુ થયેલા ટ્રેડ વોરના કારણે રુપિયો હજી પણ ગગડી શકે છે.

કેટલાક નિષ્ણાતો ઓઈલનો ભાવ પ્રતિ બેરલ વધી 100 ડોલર પર પહોંચે તેવી શક્યતા છે.આ સંજોગોમાં દેશમાં એક લીટર પેટ્રોલનો ભાવ 100 રૂપિયા પર પહોંચે તેવી શક્યતા છે.

ઓઈલ ઉત્પાદક સાઉદી અરેબિયા અને રશિયા ઓઈલનુ ઉત્પાદન વધારવા માટે તૈયાર નથી. બ્લૂમબર્ગના કહેવા પ્રમાણે ડિસેમ્બર સુધીમાં ક્રુડ ઓઈલનો ભાવ બેરલ દીઠ 90 ડોલર થઈ શકે છે.

જ્યારે 2019ની શરૂઆતમાં ભાવ 100 ડોલર સુધી જઈ શકે છે.