Not Set/ મેટ્રો પ્રોજેક્ટમાં મજૂરોને ટિફિન મોકલવા બહાને રૂ. 13 લાખની છેતરપિંડી

અમદાવાદના નરોડા રોડ પર અશોક મિલ પાસે રહેતા અને કેટરર્સનો વ્યવસાય કરતા યુવક સાથે રાજસ્થાનના લેબર કોન્ટ્રાકટરે રૂ.13 લાખની છેતર‌પિંડી આચરી હોવાની ફરિયાદ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. લેબર કોન્ટ્રાકટરે કેટરર્સ વેપારીને મેટ્રો ટ્રેન પ્રોજેકટમાં મજૂરોને ટિફિન સપ્લાય કરવાનું કામ કરી અલગ અલગ એગ્રીમેન્ટ દ્વારા પૈસા પડાવ્યા હતા. મળતી માહિતી મુજબ નરોડા રોડ પર આવેલી […]

Top Stories Gujarat
4 15 મેટ્રો પ્રોજેક્ટમાં મજૂરોને ટિફિન મોકલવા બહાને રૂ. 13 લાખની છેતરપિંડી

અમદાવાદના નરોડા રોડ પર અશોક મિલ પાસે રહેતા અને કેટરર્સનો વ્યવસાય કરતા યુવક સાથે રાજસ્થાનના લેબર કોન્ટ્રાકટરે રૂ.13 લાખની છેતર‌પિંડી આચરી હોવાની ફરિયાદ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. લેબર કોન્ટ્રાકટરે કેટરર્સ વેપારીને મેટ્રો ટ્રેન પ્રોજેકટમાં મજૂરોને ટિફિન સપ્લાય કરવાનું કામ કરી અલગ અલગ એગ્રીમેન્ટ દ્વારા પૈસા પડાવ્યા હતા.

મળતી માહિતી મુજબ નરોડા રોડ પર આવેલી સી-કોલોનીમાં રહેતા અને હરિઓમ કેટરર્સ નામે વ્યવસાય કરતા કાળુસિંહ બલ્લાને નારણભાઇ વણઝારા નામની વ્યક્તિએ રાજસ્થાનના પાલી ખાતે રહેતા કાલુરામ ચનાલ સાથે ઓળખાણ કરાવી હતી.

A1 મેટ્રો પ્રોજેક્ટમાં મજૂરોને ટિફિન મોકલવા બહાને રૂ. 13 લાખની છેતરપિંડી

કાલુરામે પોતે લેબર કોન્ટ્રાકટર હોવાનું કહી કાળુસિંહને જણાવ્યું હતું કે અમદાવાદમાં ચાલતા મેટ્રો રેલ પ્રોજેકટમાં મજૂરોને ટિફિન સપ્લાય કરવાનો કોન્ટ્રાકટ મળ્યો છે. આ કોન્ટ્રાકટ તમને આપવા માગું છું તેમ કહી વિશ્વાસમાં લીધા હતા.

પૈસા ચૂકવ્યા બાદ ટિફિન સપ્લાયનું કહેતાં ટેન્ડર પાસ કરાવવા માટે કાલુરામે રૂ. 5 લાખની માગ કાળુસિંહ પાસે કરી હતી. કાળુસિંહે વિશ્વાસમાં આવી રોકડા રૂ. 5 લાખ આપ્યા હતા. પૈસા ચૂકવ્યા બાદ પણ ટિફિન સપ્લાયનું કામ શરૂ ન કરાતા કાલુરામ પાસેથી રૂ. 13 લાખ પરત માગ્યા હતા.

fraud e1537972303324 મેટ્રો પ્રોજેક્ટમાં મજૂરોને ટિફિન મોકલવા બહાને રૂ. 13 લાખની છેતરપિંડી

પૈસા પરત માગતા તેણે ખોટા વાયદા કરી છેતરપિંડી આચરી હતી. તેથી કાળુસિંહે શહેરકોટડા પોલીસમાં આ અંગે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.