જેતપુર,
જેતપુરમાં દિનશા પાર્ક બગીચામાં આવેલ વર્ષો જૂની હોટલ પાડી દેવામાં આવી છે. આ હોટલ જેતપુરના અપક્ષ તરીકે ચૂંટાયેલા પાલિકાના સભ્ય મામદ સાંઢની હતી. ઘણા વર્ષોથી ચાલી રહેલ હોટલને નવાગઢ નગરપાલિકા દ્વારા ભાડા પટ્ટે આપવામાં આવી હતી.
આ હોટેલ જેતપુર ના અપક્ષ ના ચૂંટાયેલ સુધરાય સભ્ય મામદ સાંઢની હતી જેતપુરના બગીચામાં ઘણા વર્ષોથી એક હોટેલ ચાલી રહેલ હતી, જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા તેને ભાડા પટ્ટે આપેલ હતી, જેનો કરાર વર્ષ 2011 – 2015 માં પૂરો થયો હતો અને દર 5 વર્ષે ભાડા વધારાની દરખાસ્ત અને નિયમોમાં ફેરબદલી કરવામાં આવતી હોય છે અને નવા ઠરાવ સાથે ફરીથી ભાડા કરાર કરવામાં આવતો હતો.
જયારે 5 વર્ષ પુરા થતા નગરપાલિકા દ્વારા આ હોટેલનો નવો કરાર રિન્યુ કરવામાં આવેલ નહતો અને તેને ખાલી કરવા માટેનો ઠરાવ કરવામાં આવેલ હતો, કારણ કે હોટેલ મલિક દ્વારા અહીં ચાલવામાં આવતી હોટેલમાં નગરપાલિકાના ઘણા નિયમોનો ભંગ કરવામાં આવતો હોય નગરપાલિકાને આ પગલું ભર્યું હતું.
જેની સામે હોટેલ માલિક અને જેતપુર નવાગઢ નગરપાલિકાના સુધરાય સભ્ય મામદ સાંઢ દ્વારા કોર્ટમાં ગયા હતા જેમાં તેવો કેસ હારી જતા તેઓને હોટેલ ખાલી કરવા આદેશ હતો. જે તેઓએ પાળતા આજે તેની હોટેલનું ડિમોલિશન કરવામાં આવેલ હતું,