Queen Elizabeth's visit/ મહારાણી એલિઝાબેથની ભારત યાત્રાની જુઓ દુર્લભ તસવીરો

રાણી એલિઝાબેથ દ્વિતીય 1961માં ભારતની પ્રથમ મુલાકાતે આવ્યા હતા આ  દરમિયાન તેઓ તત્કાલિન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને મળ્યા હતા

Top Stories India
6 16 મહારાણી એલિઝાબેથની ભારત યાત્રાની જુઓ દુર્લભ તસવીરો

બ્રિટનની મહારાણી  એલિઝાબેથએ તેમના સમગ્ર જીવનકાળમાં ત્રણ વખત ભારતની મુલાકાત લીધી હતી. તેઓ પ્રથમ વખત 1961માં ભારત આવ્યા હતા. આ પછી 1983માં અને ફરી 1997માં  ભારતની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના એવા વ્યક્તિ હતા, કે જે એલિઝાબેથને છેલ્લી વખત (બ્રિટનમાં) મળ્યા હતા. તે 2015માં બ્રિટનની રાણીને મળ્યા હતા અને ફરીથી 2018માં બકિંગહામ પેલેસમાં મળ્યા હતા.

4 15 મહારાણી એલિઝાબેથની ભારત યાત્રાની જુઓ દુર્લભ તસવીરો

રાણી એલિઝાબેથ દ્વિતીય 1961માં ભારતની પ્રથમ મુલાકાતે આવ્યા હતા આ  દરમિયાન તેઓ તત્કાલિન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને મળ્યા હતા. પ્રસાદના આમંત્રણ પર તેઓ ભારતના ગણતંત્ર દિવસ પર ભારત આવ્યા હતા.

5 15 મહારાણી એલિઝાબેથની ભારત યાત્રાની જુઓ દુર્લભ તસવીરો

1983માં રાણી બીજી વખત ભારતની મુલાકાતે આવ્યા હતા . તેઓ તત્કાલિન રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલ સિંહના આમંત્રણ પર ભારત આવ્યા હતા.

6 16 મહારાણી એલિઝાબેથની ભારત યાત્રાની જુઓ દુર્લભ તસવીરો

બ્રિટનની રાણી એલિઝાબેથ પણ તે જ વર્ષે (1983માં) ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીને મળ્યા હતા.

7 13 મહારાણી એલિઝાબેથની ભારત યાત્રાની જુઓ દુર્લભ તસવીરો

1983માં જ રાણી કલકત્તાના મધર ટેરેસાને મળ્યા અને સમાજમાં તેમના યોગદાન બદલ ‘ઓર્ડર ઓફ મેરિટ’થી તેમનું સન્માન કર્યું હતું.

8 18 મહારાણી એલિઝાબેથની ભારત યાત્રાની જુઓ દુર્લભ તસવીરો

એલિઝાબેથે વર્ષ 1997માં ત્રીજી વખત ભારતનો પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન તેઓ પૂર્વ રાષ્ટ્રપતિ કે આર નારાયણને મળ્યા હતા. એલિઝાબેથ બ્રિટિશ ઈતિહાસમાં સૌથી જૂના અને સૌથી લાંબું  રાજ કરનારા મહારાણી હતા.