Not Set/ નવા સંસદ ભવનનાં નિર્માણનું કાર્ય ટાટા પ્રોજેક્ટ્સને મળ્યું, જાણો કેટલા સમયમાં તૈયાર થશે ઈમારત

ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડે રૂ.861.90 કરોડનાં ખર્ચે નવા સંસદ ભવનનાં બાંધકામનો કરાર મેળવી લીધો છે. ટાટાએ બાંધકામ માટેનાં બિડમાં લાર્સન અને ટુબ્રોને પાછળ છોડી દીધા, જેમાં રૂ.865 કરોડની બોલી હતી. સેન્ટ્રલ પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટે બુધવારે નવી સંસદની રચના માટે બિડ શરૂ કરી હતી, જેમાં નિર્ણય ટાટાનાં પક્ષમાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ એક વર્ષમાં પૂર્ણ થવાની સંભાવના […]

India
64b4c0bd2459962630b0e745cf7bdd1f નવા સંસદ ભવનનાં નિર્માણનું કાર્ય ટાટા પ્રોજેક્ટ્સને મળ્યું, જાણો કેટલા સમયમાં તૈયાર થશે ઈમારત
64b4c0bd2459962630b0e745cf7bdd1f નવા સંસદ ભવનનાં નિર્માણનું કાર્ય ટાટા પ્રોજેક્ટ્સને મળ્યું, જાણો કેટલા સમયમાં તૈયાર થશે ઈમારતટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડે રૂ.861.90 કરોડનાં ખર્ચે નવા સંસદ ભવનનાં બાંધકામનો કરાર મેળવી લીધો છે. ટાટાએ બાંધકામ માટેનાં બિડમાં લાર્સન અને ટુબ્રોને પાછળ છોડી દીધા, જેમાં રૂ.865 કરોડની બોલી હતી. સેન્ટ્રલ પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટે બુધવારે નવી સંસદની રચના માટે બિડ શરૂ કરી હતી, જેમાં નિર્ણય ટાટાનાં પક્ષમાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ એક વર્ષમાં પૂર્ણ થવાની સંભાવના છે. સીપીડબ્લ્યુડીએ નવા સંસદ ભવનનાં નિર્માણ માટે 940 કરોડનાં ખર્ચનો અંદાજ મૂક્યો હતો.

મળતી માહિતી પ્રમાણે નવી બિલ્ડિંગ ત્રિકોણાકાર ડિઝાઇનમાં બનાવવામાં આવશે. હાલની સંસદની ઇમારત બ્રિટીશ કાળ દરમિયાન બનાવવામાં આવી હતી અને તે ગોળ છે. દેશને આઝાદ થયે 75 વર્ષ થવા જઇ રહ્યા છે અને દેશનું સંસદ ભવન હવે ઘણું જૂનું છે. તેમા વિવિધ પ્રકારની સમસ્યાઓ છે. મોદી સરકારનો હેતુ છે કે જ્યારે દેશ 15 ઓગસ્ટ 2022 નાં રોજ તેની સ્વતંત્રતાની 75 મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો હોય ત્યારે સાંસદોએ નવા સંસદ ભવનમાં બેસવું જોઈએ.

અધિકારીઓ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત નવી બિલ્ડિંગ હાલનાં સંસદ ભવનની નજીક બનાવવામાં આવશે અને લગભગ 21 મહિનામાં પૂર્ણ થઈ જશે. એક અધિકારી પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડ દ્વારા લેવામાં આવેલા કરારમાં સંસદની નવી ઇમારતનું બાંધકામ તેમજ જાળવણીનું કામ શામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.