Not Set/ ઈલેક્ટ્રીક અને પેટ્રોલ બંનેથી ચાલતી બાઈક, હાઈબ્રીડ ટુ-વ્હીલર Hy-1ની રચના

સતત વધતા પેટ્રોલ – ડીઝલનાં ભાવથી લોકો પરેશાન છે ત્યારે રાજકોટના વિદ્યાર્થીઓએ ઇલેક્ટ્રિક અને પેટ્રોલ બન્નેથી ચાલી શકે તેવું બાઇક બનાવી નવી શોધ કરી છે.

Top Stories Rajkot Gujarat
ઓઇલ 1 1 ઈલેક્ટ્રીક અને પેટ્રોલ બંનેથી ચાલતી બાઈક, હાઈબ્રીડ ટુ-વ્હીલર Hy-1ની રચના

સમગ્ર વિશ્વમાં વસવાટ કરતો મધ્યમ વર્ગ હાલ કોરોના મહામારી અને આર્થિક મંદીમાં સપડાઈ ગયો છે. બીજી તરફ પેટ્રોલ – ડીઝલના ભાવ ભડકે બળી રહ્યા છે. સતત વધતા પેટ્રોલ – ડીઝલનાં ભાવથી લોકો પરેશાન છે ત્યારે રાજકોટના વિદ્યાર્થીઓએ ઇલેક્ટ્રિક અને પેટ્રોલ બન્નેથી ચાલી શકે તેવું બાઇક બનાવી નવી શોધ કરી છે.

બાઇક 1 ઈલેક્ટ્રીક અને પેટ્રોલ બંનેથી ચાલતી બાઈક, હાઈબ્રીડ ટુ-વ્હીલર Hy-1ની રચના

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાહન મુજબ ભારતને “આત્મનિર્ભર ભારત” બનાવવા સ્વદેશી વસ્તુઓ “વોકલ ફોર લોકલ” ને પ્રાધાન્ય આપવા ઉત્કૃષ્ટ ગુણવતા સાથે સૌને પરવડે એવી કિંમતમાં પ્રોડકટ બનાવવી જરૂરી છે. જેને વી.વી.પી. મીકેનીકલ વિભાગના વિદ્યાર્થીઓએ સાર્થક કરી બતાવી છે. હાલ પેટ્રોલ- ડિઝલના ભાવ હાલ 100ને આમ્બી ગયા છે. ત્યારે વી.વી.પી. એન્જિનિયરિંગ કોલેજના સાતમા સેમેસ્ટરના વિદ્યાર્થીઓએ પેટ્રોલની સાથે ઈલેક્ટ્રીક રીતે ચાલતા બાઈકની શોધ કરી છે. મીકેનિકલ કોલેજના વિદ્યાર્થી રૂચિત પંડ્યા, નિર્મલ માકડીયા અને ઝાલા સતીશએ પ્રાધ્યાપક હાર્દિક ખૂંટના માર્ગદર્શન હેઠળ આ હાઈબ્રીડ ટુ-વ્હીલર Hy-1ની રચના કરી છે.

bike ઈલેક્ટ્રીક અને પેટ્રોલ બંનેથી ચાલતી બાઈક, હાઈબ્રીડ ટુ-વ્હીલર Hy-1ની રચના

આ ટુ વ્હીલર બાઈક બે તકનીકીઓનું મિશ્રણ કરે છે. આંતરીક કમ્બશન એન્જિન અને વિદ્યુત ઉર્જા. Hy – 1 એ બે પાવર સ્ત્રોતને જોડે છે. બાઈક પેટ્રોલ એન્જિન, ઈલેકટ્રીક મોટર્સ અને બેટરી સાથે જોડાયેલું છે. વધુમાં Hy – 1 જુના વાહનમાં ઈલેકટ્રોનિક ટેકનોલોજી નાખી બાઈકને હાયબ્રીડ બનાવી આપે છે.  જે એક વખત ચાર્જ થયા બાદ 40 કી.મી. ની રેન્જ આપે છે અને જો વધુ દૂર જવાનુ થાય તો વાહન પેટ્રોલ ૫૨ પણ જઈ શકે છે.

હાલ ઇલેક્ટ્રિક કાર બાઇક લોકો ખરીદ કરી શકે. પરંતુ તેના  ચાર્જિંગ માટે સમસ્યા હજુ લોકોને સતાવી રહી છે.  ત્યારે આ બાઇકથી લોકોને ફાયદો થશે કે જેમાં પેટ્રોલ અને ઇલેક્ટ્રિક બને થકી ચાલી શકે છે. આ માટે RTO માં પરમિશન લેવા કાર્યવાહી કરવામાં આવી રહી છે.