Not Set/ આવી ગઈ છે ટાટા સ્કાય ની ઇન્ટરનેટ સર્વિસ … અહીં જાણો ઑફર્સ વિષે

રિલાયન્સ જિયો ગીગા ફાઇબરના પબ્લિક લોન્ચ પહેલા ટાટા સ્કાય એ દેશભરના 12 શહેરોમાં બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સર્વિસ લોન્ચ કરી છે. ટાટા સ્કાય બ્રોડબેન્ડ સર્વિસ હાલ નવી દિલ્હી, ગુરુગ્રામ, નોઈડા, ગાઝિયાબાદ, મુંબઈ, થાણે, પુણે, અમદાવાદ, મીરા ભાયંદર, ભોપાલ, ચેન્નાઇ અને બેંગ્લોરમાં ઉપલબ્ધ છે.ટાટા સ્કાય બ્રોડબેન્ડ પ્લાન્સ એક મહિનો, ત્રણ મહિના, 5 મહિના, 9 મહિના અને 12 મહિનાની વેલિડિટી […]

Top Stories India Tech & Auto
Tata Sky Broadband આવી ગઈ છે ટાટા સ્કાય ની ઇન્ટરનેટ સર્વિસ ... અહીં જાણો ઑફર્સ વિષે

રિલાયન્સ જિયો ગીગા ફાઇબરના પબ્લિક લોન્ચ પહેલા ટાટા સ્કાય એ દેશભરના 12 શહેરોમાં બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સર્વિસ લોન્ચ કરી છે. ટાટા સ્કાય બ્રોડબેન્ડ સર્વિસ હાલ નવી દિલ્હી, ગુરુગ્રામ, નોઈડા, ગાઝિયાબાદ, મુંબઈ, થાણે, પુણે, અમદાવાદ, મીરા ભાયંદર, ભોપાલ, ચેન્નાઇ અને બેંગ્લોરમાં ઉપલબ્ધ છે.ટાટા સ્કાય બ્રોડબેન્ડ પ્લાન્સ એક મહિનો, ત્રણ મહિના, 5 મહિના, 9 મહિના અને 12 મહિનાની વેલિડિટી સાથે આવે છે.

એક મહિના વાળી વેલિડિટી વાળા પ્લાનની કિંમત 999 રૂપિયા છે અને આમાં 5 એમબીપીએસ સુધીની સ્પીડ પર અનલિમિટેડ ડેટા મળે છે. ડેટા લિમિટ ખતમ થયા બાદ સ્પીડ 1 એમબીપીએસ થઇ જશે. ઇન્ટરનેટ સ્પીડની વાત છે તો ગ્રાહકો 5 એમબીપીએસ, 10 એમબીપીએસ, 30 એમબીપીએસ અને 50 એમબીપીએસ સ્પીડ વાળા ડેટા પ્લાનમાંથી પસંદ કરી શકાશે. આ પ્લાન્સને અનલિમિટેડ ડેટા અને લિમિટેડ ડેટા વચ્ચે વહેંચવામાં આવ્યા છે. હાલ અનલિમિટેડ પ્લાન્સની ડેટા લિમિટ વિષે સીમિત જાણકારી છે. અને લિમિટેડ ડેટા વાળા પ્લાનની સ્પીડ લિમિટની જાણકારી પણ સીમિત છે.

1534576083 tata sky broadband આવી ગઈ છે ટાટા સ્કાય ની ઇન્ટરનેટ સર્વિસ ... અહીં જાણો ઑફર્સ વિષે

ટાટા સ્કાય એક મહિના વાળા પ્લાન્સમાં 5 Mbps, 10 Mbps, 30 Mbps, 50 Mbps અને 100 Mbps ના પ્લાન ઓફર કરે છે. જેની કિંમત ક્રમશઃ 1,150 રૂપિયા, 1500 રૂપિયા અને 2500 રૂપિયા છે. બધા પ્લાનમાં અનલિમિટેડ ડેટા ઓફર કરવામાં આવે છે. સબસ્ક્રાઇબર્સએ 1200 રૂપિયા ઈન્સ્ટોલેશન ચાર્જ આપવો પડશે. અને એમને વાઈ-ફાઈ રાઉટર મફતમાં મળશે. આ ઉપરાંત 60 જીબી લિમિટવાળા ડેટા પ્લાનની કિંમત 999 રૂપિયા છે જયારે 125 જીબી ડેટા પ્લાનની કિંમત 1250 રૂપિયા છે.

આ ઉપરાંત ત્રણ મહિના, 12 મહિના અને 5 મહિના વાળા પ્લાન પણ ઉપલબ્ધ છે. 5 મહિનાવાળા પ્લાનમાં એક મહિનાની વધારાની સુવિધા 4995 રૂપિયામાં જયારે 9 મહિનામાં બે મહિનાની વધારાની સુવિધા 8,991 રૂપિયા વાળા પ્લાનમાં મળે છે.