Not Set/ RBIની દિવાળી પહેલા મોટી ભેટ, રેપો રેટમાં 0.25%નો ઘટાડો

નબળી અર્થવ્યવસ્થાને વેગ આપવા માટેના શ્રેણીબદ્ધ પ્રયાસોમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ શુક્રવારે સતત પાંચમી વખત તેની નીતિ દરમાં ઘટાડો કર્યો છે. આરબીઆઈએ આ નાણાંકિય નીતિ સમિતિની સમીક્ષા બેઠકમાં રેપો રેટને 25 બેસિસ પોઇન્ટ ઘટાડીને 5.15 ટકા કરી દીધો છે, જેણે ચાલુ વર્ષે રેપો રેટમાં ઘટાડાને 135 બેસિસ પોઇન્ટ બનાવ્યા છે. અગાઉ આ દર 5.40 ટકા […]

Top Stories Business
rbi 1 RBIની દિવાળી પહેલા મોટી ભેટ, રેપો રેટમાં 0.25%નો ઘટાડો

નબળી અર્થવ્યવસ્થાને વેગ આપવા માટેના શ્રેણીબદ્ધ પ્રયાસોમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ શુક્રવારે સતત પાંચમી વખત તેની નીતિ દરમાં ઘટાડો કર્યો છે. આરબીઆઈએ આ નાણાંકિય નીતિ સમિતિની સમીક્ષા બેઠકમાં રેપો રેટને 25 બેસિસ પોઇન્ટ ઘટાડીને 5.15 ટકા કરી દીધો છે, જેણે ચાલુ વર્ષે રેપો રેટમાં ઘટાડાને 135 બેસિસ પોઇન્ટ બનાવ્યા છે. અગાઉ આ દર 5.40 ટકા હતો. નવ વર્ષમાં પ્રથમ વખત, રેપો રેટ ખૂબ નીચે આવી ગયો છે. રિવર્સ રેપો રેટ ઘટાડીને 4.90 ટકા અને બેંક દર 5.40 ટકા કરી દેવામાં આવ્યા છે.

ઘટાડેલા જીડીપી અંદાજ

 આરબીઆઇ એ નાણાંકિય વર્ષ 2019-20 માટે તેનો જીડીપી નું અંદાજ 6.9 ટકાથી ઘટાડીને 6.1 ટકા કર્યો છે. જ્યારે  નાણાકીય વર્ષ 2020-21 માટે જીડીપીનો અંદાજ 7.2 ટકા રાખ્યો છે.

ડિસેમ્બરમાં એક આની કટઓફ નું અનુમાન લગાવવામાં આવે છે.

ગવર્નર શક્તિકાન્ત દાસના નેતૃત્વમાં છ સભ્યોની એમપીસીની બેઠક મળી હતી. સેન્ટ્રલ બેંક રિટેલ ફુગાવાના ધ્યાનમાં રાખીને પોલિસી અંગે નિર્ણય લે છે. જોકે, મોટાભાગના નિષ્ણાંતો ડિસેમ્બરની સમીક્ષામાં 15 બેસિસ પોઇન્ટના બીજા ઘટાડાની અપેક્ષા રાખી રહ્યા છે.

આ રીતે તમને ફાયદો થશે

જો બેંકો રેપો રેટમાં થયેલા કટનો લાભ તમારી પાસે લાવે, તો સામાન્ય લોકોને મોટો ફાયદો થશે. કારણ કે બેંકો પર વ્યાજ દરમાં ઘટાડો કરવા માટે દબાણ રહેશે. આની મદદથી લોકોને સસ્તામાં લોન મળશે. આ સિવાય ફ્લોટિંગ દરે લેવામાં આવતી ઘર, ઓટો  અથવા અન્ય પ્રકારની લોનની ઇએમઆઇ પણ ઓછી થશે.

અગાઉ ઓગષ્ટમાં રેપો રેટમાં ઘણો ઘટાડો કરવામાં આવ્યો હતો

આ પહેલા 7 ઓગસ્ટે મળેલી બેઠકમાં આરબીઆઇએ સામાન્ય લોકો માટે મોટી જાહેરાત કરી હતી. આરબીઆઈની નાણાંકીય નીતિ સમિતિની સમીક્ષા બેઠકમાં સતત ચોથી વખત રેપો રેટ ઘટાડવાની જાહેરાત કરવામાં આવી હતી. ચુકાદા મુજબ રેપો રેટ ઘટાડીને 5.40 ટકા કરાયો હતો. તેમાં 35 બેસિસ પોઇન્ટનો ઘટાડો થયો હતો. સેન્ટ્રલ બેંકે રિવર્સ રેપો રેટ વધારીને 5.15 ટકા કર્યો હતો.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“MantavyaNews” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.