Not Set/ ઓરિસ્સા : બસ ખીણમાં પડતા ૩ યાત્રિકોના મોત, ૧૬ ઘાયલ

નબરંગપુર ઓરિસ્સામાં નબરંગપુર જીલ્લામાં એક બસખીણમાં પડવાને લીધે ત્રણ મુસાફરોના મૃત્યુ થયા છે જયારે અન્ય ૧૬ ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે ઝારીગાવ નજીક બસ પહાડ પરના રસ્તા પરથી અચાનક ખીણમાં પડી ગઈ હતી. એક મહિલા સહિત ત્રણ યાત્રિકોના ઘટના સ્થળે મૃત્યુ થયા છે. જયારે અન્ય ૧૬ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ બસ […]

Top Stories India Trending
5ch13ua odisha ઓરિસ્સા : બસ ખીણમાં પડતા ૩ યાત્રિકોના મોત, ૧૬ ઘાયલ

નબરંગપુર

ઓરિસ્સામાં નબરંગપુર જીલ્લામાં એક બસખીણમાં પડવાને લીધે ત્રણ મુસાફરોના મૃત્યુ થયા છે જયારે અન્ય ૧૬ ઘાયલ થયા છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે ઝારીગાવ નજીક બસ પહાડ પરના રસ્તા પરથી અચાનક ખીણમાં પડી ગઈ હતી. એક મહિલા સહિત ત્રણ યાત્રિકોના ઘટના સ્થળે મૃત્યુ થયા છે. જયારે અન્ય ૧૬ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ બસ મુસાફરોને આધ્યાત્મિક કાર્યશાળામાં લઇ જઈ રહી હતી તે દરમ્યાન આ ઘટના બની હતી.

ઘાયલ મુસાફરોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બે ઘાયલ વ્યક્તિની હાલત થોડી વધારે ગંભીર છે. આ બસ એ સ્કુલ બસ હતી જેમાં મુસાફરોની સાથે સાથે  શિક્ષકો પણ હતા. આ શિક્ષક રાયઘર, નબરપુર, ઉમરકોટ અને ઝારીગાવના હતા.