Gujarat Election/ ગુજરાત વિધાનસભાની આ બેઠક પર 3 ઉમેદવાર એક જ ગામના, ભાજપ,કોંગ્રેસ અને આમ આદમીએ આપી ટિકિટ,જાણો

ગુજરાત વિધાનસભાને ગણતરીના દિવસો જ બાકિ છે ત્યારે હાલ રાજયમાં ચૂંટણી માહોલ જામ્યો છે.

Top Stories Gujarat
6 16 ગુજરાત વિધાનસભાની આ બેઠક પર 3 ઉમેદવાર એક જ ગામના, ભાજપ,કોંગ્રેસ અને આમ આદમીએ આપી ટિકિટ,જાણો

Balasinore : ગુજરાત વિધાનસભાને ગણતરીના દિવસો જ બાકિ છે ત્યારે હાલ રાજયમાં ચૂંટણી માહોલ જામ્યો છે. તમામ પાર્ટીએ તેમના ઉમેદવારો જાહેર કરી દીધા છે અને  ફોર્મ ભરાવવાની પ્રક્રિયા  ચાલી રહી છે. ગુજરાતની ચૂંટણીમાં  બે ભાઇઓ પિતા-પુત્ર,ભાભી-નણંદ સહિતના ઉમેદાવરો વચ્ચે સીધો મુકાબલો જોવા મળશે, પરતું મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકા બેઠક હાલ ખુબ ચર્ચામાં છે. એક જ ગામમાં 3 ઉમેદવારોને અલગ અલગ  મુખ્ય પાર્ટીએ ટિકિટ આપી છે. બાલાસિનોરના પાંડવ ગામમાંથી ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ઉમેદવારોને ટિકિટ આપી છે.

બાલાસિનોર વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસ અજીતસિંહ ચૌહાણને ટિકિટ આપી છે, જ્યારે ભાજપ દ્વારા આ બેઠક ઉપર માનસિંહ ચૌહાણને ટિકિટ ફાળવી છે. બીજી તરફ આમ આદમી પાર્ટીએ ઉદેસિંહ ચૌહાણને પોતાના ઉમેદવાર જાહેર કર્યાં છે. આમ અજીતસિંહ, માનસિંહ અને ઉદેસિંહ ત્રણેય અલગ-અલગ પાર્ટીના ઉમેદવારો એક જ પાંડવા ગામના છે. જેના કારણે બાલાસિનોર વિધાનસભા બેઠકનું મુખ્ય કેન્દ્ર પાંડવા ગામ બન્યું છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતની 182 વિધાનસભા બેઠક પર ડિસેમ્બર મહિનામાં 15મી ચૂંટણી થવાની છે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર 1 ડિસેમ્બર અને બીજા તબક્કામાં 93 બેઠકો પર 5 ડિસેમ્બરે મતદાન થશે. જ્યારે 8 ડિસેમ્બરે ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવશે.