ધાર્મિક આસ્થા/ ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડતા ત્રણ યુવકોને પોલીસની ધરપકડ કરી

રાજકોટમાં યુવકોએ આસ્થાને ઠેસ પહોંચાડવાનું કૃત્ય કર્યુ હતુ. યુવકો દ્વારા ધાર્મિક (Faith) આસ્થાને ઠેસ પહોંચાડવામાં આવી હતી. શહેરના રામનાથ મહાદેવ  મંદિર પર દારૂની રીલ બનાવી હતી. ત્રણ યુવકોએ મંદિર પર ચઢી રીલ બનાવી પોસ્ટ કરી હતી. આ રીલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ હતી. આના પગલે લોકોમાં આક્રોશ પેદા થયો છે.

Top Stories Gujarat Rajkot
YouTube Thumbnail 2024 02 08T150209.715 ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડતા ત્રણ યુવકોને પોલીસની ધરપકડ કરી

રાજકોટઃ રાજકોટમાં (Rajkot) યુવકોએ આસ્થાને ઠેસ પહોંચાડવાનું કૃત્ય કર્યુ હતુ. યુવકો દ્વારા ધાર્મિક (Faith) આસ્થાને ઠેસ પહોંચાડવામાં આવી હતી. શહેરના રામનાથ મહાદેવ  મંદિર (Ramnath Mahadev Temple) પર દારૂની રીલ બનાવી હતી. ત્રણ યુવકોએ મંદિર પર ચઢી રીલ બનાવી પોસ્ટ કરી હતી. આ રીલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ હતી. આના પગલે લોકોમાં આક્રોશ પેદા થયો છે. લોકોએ આમ કરનારા યુવકો સામે આકરી કાર્યવાહી કરવા માંગ કરી છે.

રાજકોટ પોલીસે આ બનાવની તરત જ નોંધ લઈ તેમના પર ધાર્મિક લાગણી દુભાવવાનો કેસ નોંધ્યો છે. આ યુવકોની પોલીસે ધરપકડ કરી છે. તેમની સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટના રામનાથ મંદિરનો આ વિડીયો છે. ત્રણ શખ્સોએ નશેડીની જેમ મંદિરમાં રીલ બનાવી હતી. પોલીસે આ પ્રકારનો વિડીયો બનાવનારા ત્રણ યુવકોની ધરપકડ કરી છે. જયદીપ વાડોદરા, શિવમ જાડેજા, મયૂર કુંભારાની ધરપકડ કરવામાં આવી છે.

આ વિડીયો દર્શાવે છે કે એક જ કોમની અંદર પણ કેટલી વિસંવાદિતા છે અને આ પ્રકારની વિસંવાદિતાને વેગ આપવાનો કયા પ્રકારનો પ્રયત્ન થઈ રહ્યો છે. એક સમાજ બીજા સમાજની આસ્થાનો આદર કરવામાં કેટલો ઉણો ઉતરી રહ્યો છે. આ પ્રકારની હરકત કદાચ બીજા કોઈ ધર્મના વ્યક્તિએ કરી હોત તો અત્યારે પ્રાદેશિકથી લઈને સમગ્ર દેશનું મીડિયા તૂટી પડ્યુ હોત. પરંતુ હવે આ જ હરકત એક જ ધર્મના પણ બીજા સમાજની વ્યક્તિએ કરતાં બધાના મોઢા ચૂપ છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ