Not Set/ લોકડાઉન બાદ અમદાવાદમાં બાળકો ત્યજી દેવાના કિસ્સાઓમાં વધારો કે પછી “મા”ની મમતામાં ધટાડો

  અમદાવાદમાં ત્યજી દીધેલા માસૂમ નવજાત બાળકો મળી આવવાનો સિલસિલો યથાવત છે. પાલડી વિસ્તારમાં શ્રેયસ ક્રોસિંગ પાસે એક 2 દિવસ ની બાળક ત્યજી દીધેલ અવસ્થામાં અમ્લીઆવ્યું છે. જેને પોલીસ દ્વારા પાલડી શિશુ ગૃહ માં સોંપવામાં આવ્યું છે. ગત એક થી દોઢ મહિના ના સમય માં બાળકો ત્યજી દેવાની ઘટનાઓ માં વધારો જોવા મળી રહ્યો છે. […]

Ahmedabad Gujarat
c06f42db0b71146ef163f096a6a3dcaa લોકડાઉન બાદ અમદાવાદમાં બાળકો ત્યજી દેવાના કિસ્સાઓમાં વધારો કે પછી "મા"ની મમતામાં ધટાડો
c06f42db0b71146ef163f096a6a3dcaa લોકડાઉન બાદ અમદાવાદમાં બાળકો ત્યજી દેવાના કિસ્સાઓમાં વધારો કે પછી "મા"ની મમતામાં ધટાડો 

અમદાવાદમાં ત્યજી દીધેલા માસૂમ નવજાત બાળકો મળી આવવાનો સિલસિલો યથાવત છે. પાલડી વિસ્તારમાં શ્રેયસ ક્રોસિંગ પાસે એક 2 દિવસ ની બાળક ત્યજી દીધેલ અવસ્થામાં અમ્લીઆવ્યું છે. જેને પોલીસ દ્વારા પાલડી શિશુ ગૃહ માં સોંપવામાં આવ્યું છે. ગત એક થી દોઢ મહિના ના સમય માં બાળકો ત્યજી દેવાની ઘટનાઓ માં વધારો જોવા મળી રહ્યો છે.

અમદાવાદ ના પાલડી ના શ્રેયસ વિસ્તારમાં થી માત્ર 2 દિવસ ની વયના બાળક ને કોઈ અજાણ્યા શખ્સો ત્યજી ને જતા રહ્યા હતા. પોલીસે મેસેજ ના આધારે ઘટનાસ્થળ પર પહોંચીને બાળક ને પોતાના ના કબ્જા માં લઈને પાલડી માં આવેલ બાળ શિશુ ગૃહ ને સોંપ્યું હતું. જ્યાં તેને પ્રાથમિક સાર સંભાળ આપીને સાચવવામાં આવી રહ્યું છે.

  • અમદાવાદ માં બાળકો ત્યાજવાના મામલા માં વધારો
  • શા માટે ત્યજાય છે નવજાત શિશુઓ
  • આર્થિક અકળામણ ને કારણે મા બાપ બને છે ક્રૂર
  • કચરા ના ઢગલા માં બાળકો છોડી દેવાય છે

લોકડાઉન બાદ અમદાવાદ માં બાળકો ત્યજી દેવાના કિસ્સાઓ માં વધારો જોવા મળ્યો છે જેના અનેક કારણો હોઈ શકે છે. આર્થિક રીતે નબળા ઘરોમાં બાળકો નો જન્મ મા બાપ ને બાળક નો ત્યાગ કરવા માટે મજબૂર કરે છે. અપરણિત યુવતીઓ સમાજ ના ભય થી બાળકોને કોઈ ને જાણ કર્યા વિના ત્યજી દેતી હોય છે. અમદાવાદ માં કુલ 3 બાળ શિશુ ગૃહ આવેલા છે. ત્રણેય ત્રણમાં વર્ષ માં આશરે 8 થી 10 નવજાત બાળકો આવતા હોય છે. પરંતુ છેલ્લા દોઢ મહિના માં જ પાલડીના શિશુ ગૃહ માં 6 નવજાત બાળકો મળી આવ્યા છે. અને આજ સ્થિતિ કાગડાપીઠ માં આવેલ માહિપતરામ  અને ઓઢવ બાળ શિશુ ગૃહ ની છે.

જોકે સકારાત્મક વાત એ છે કે બાળ શિશુ ગ્રહો માં આવતા મોટા ભાગ ના બાળકો 5 વર્ષ ની ઉમર પહેલા દત્તક લેવાઈ જતા હોય છે અને સુખદ જીવન જીવતા હોય છે. સરકાર દ્વારા છાની રાહે બેકગ્રાઉન્ડ ચેક કરીને યોગ્ય ઘરમાં જ બાળક જાય તેની ખાતરી પણ કરવામાં આવતી હોય છે. પરંતુ તે પહેલાં ત્યાજયેલા શિશુઓ કચરા ના ઢગલા માં ના જાય તેની માટેઆ બાલ શિશુ ગ્રહો માં ગેટ પાસે એક મમતા નું પારણું મુકવામાં આવતું હોય છે. જો બાળકનો ત્યાગ થાય તો એ કચરા ના ઢગલા માં અનેક ખતરાઓ વચ્ચે ના થાય.

નવી જન્મતી જિંદગીઓ ને આ રીતે ભોગવવું ના પડે તે માટે સમાજના યુવાનોએ જવાબદારી સાથે પગલાં લે. જેથી કરીને આ પ્રકાર ની કરુણ ઘટનાઓ થતા અટકે.

રવિ ભાવસાર મંતવ્ય ન્યુઝ અમદાવાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝની નવી મોબાઇલ એપ્લિકેશન.