રજૂઆત/ ગુજરાતના તમામ પાટીદાર સાંસદો પહોંચ્યા ગાંધીનગર,આંદોલનના કેસ પરત ખેંચવા રજૂઆત

વિધાનસભાની આગામી ચૂંટણી પહેલા પાટીદાર આંદોલન કેસ પરત લેવાના મુદ્દે રાજ્યના તમામ પાટીદાર સાંસદ પહોચ્યા ગાંધીનગર

Top Stories Gujarat
aaaghandhinagar ગુજરાતના તમામ પાટીદાર સાંસદો પહોંચ્યા ગાંધીનગર,આંદોલનના કેસ પરત ખેંચવા રજૂઆત

વિધાનસભા 2022 ની ચૂંટણી પહેલા મોટા સમાચાર
પાટીદાર અનામત આંદોલન મુદ્દે સૌથી મોટા સમાચાર
ભાજપના તમામ પાટીદાર સાંસદો પહોંચ્યા ગાંધીનગર
ભાજપના પાટીદાર સાંસદોની એક સાથે CM ને રજૂઆત
સાંસદો CM ભૂપેન્દ્ર પટેલને મળવા ગાંધીનગર પહોંચ્યા
આંદોલન સમયે થયેલા કેસો પાછા ખેંચવા રજૂઆત
તમામ સાંસદો દિલ્હી સત્રમાંથી સીધા ગાંધીનગર પહોંચ્યાં
રમેશ ધડુક, મોહન કુંડારિયા, શારદાબેન પટેલ પહોંચ્યા
એચ.એસ પટેલ, મિતેષ પટેલ, નારણ કાછડીયા પહોંચ્યા
ગમે તે ઘડીએ કેસો ખેંચાઈ શકે છે પરત

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે ,પાટીદાર આનામત મામલે થયેલા આંદોલનમાં અનેક પાટીદારો સામે કેસ કરવામાં આવ્યા હતા તે મામલે પાટીદાર સમાજ નારાજ છે અને ગત વિધાનસભાની ચૂંટણીના પરિણામ પર અસર જોવાઇ હતી પાટીદાર સામજ ભાજપથી નારાજ હોવાના પગલે આજે રાજ્યના તમામ પાટીદાર સાંસદો ગાંધીનગર પહોચ્યા હતા,આ તમામ સાસંદો મુખ્યમંત્રીને મળીને્ આ આંદોલનમાં પાટીદારના લોકો પર કરવામાં આવેલા કેસ પરત લેવા માટે ઉગ્ર રજૂઆત કરી છે અને આ કેસ સત્વરે પરત ખેંચવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.

રાજ્યના તમામ પાટીદાર સાંસદો સીધા જ દિલ્હીથી ગાંધીનગર પહોંચ્યા હતા જેમાં રમેશ ધડકુ,મોહન કંડારિયા,શારદાબેન પટેલ એચ.એસ પટેલ, મિતેષ પટેલ, નારણ કાછડીયા સામેલ છે, પાટીદાર સામે કેસ પરત ખેચવાની રજૂઆત કરવામાં આવી છે જેન લીધે આગામી થોડા દિવસમાં જ આ મુદ્દે કોઇ નિર્ણય લેવાય તો  નવાઇ નહી.

ઉલ્લેખનીય છે કે  થોડા દિવસ પહેલા ખોડિયાલ ધામના પ્રમુખ નરેશ પટેલે પણ રાજ્યના મુખ્યમંત્રીને મળ્યા હતા પટેલ સમાજ સામે જે કેસ કરવામાં આવ્યા હતા આંદોલન સમયે તે તરત પાછા ખેંચવા માટે રજૂઆત કરી હતી,નોંધનીય છે કે જીએમડીસી  ગ્રાઉન્ડમાં રેલી બાદ ફાટી નીકળેલા તોફાનમાં અનેક પાટીદાર સમાજના લોકો પર કેસ કરવામાં આવ્યા હતા અને આ કેસોની સંખ્યા 200થી વધારે છે.