Not Set/ પતિ-પત્નીના સંબંધ વણસતા પતિએ કાપ્યું પત્નીનું નાક

રાજકોટ, વાંકાનેરમાં પતિ પત્નીના સંબંધ વણસતા એક વિચિત્ર ઘટના બનવા પામી છે. જેમાં એક પતિએ ગુસ્સામાં આવી તેની પત્નીનું નાક કાપી નાખ્યું હતું. પત્નીના ચારિત્ર્ય પર શંકાને લઈ પતિએ આ દુષ્કૃત્ય આચર્યું હતું.  ત્યારે મહિલાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરી છે તો પતિ સામે વાંકાનેર પોલીસ મથકમાં  ફરિયાદ નોંધાઈ છે. ઉલ્લેખનીય […]

Gujarat
Untitled 7 પતિ-પત્નીના સંબંધ વણસતા પતિએ કાપ્યું પત્નીનું નાક

રાજકોટ,

વાંકાનેરમાં પતિ પત્નીના સંબંધ વણસતા એક વિચિત્ર ઘટના બનવા પામી છે. જેમાં એક પતિએ ગુસ્સામાં આવી તેની પત્નીનું નાક કાપી નાખ્યું હતું.

પત્નીના ચારિત્ર્ય પર શંકાને લઈ પતિએ આ દુષ્કૃત્ય આચર્યું હતું.  ત્યારે મહિલાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરી છે તો પતિ સામે વાંકાનેર પોલીસ મથકમાં  ફરિયાદ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે પતિ પત્ની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી અણબનાવ રહેતો હતો  ત્યારે વાંકાનેર પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

શોભનાબેન કેશુભાઈ ચારોલીયા તેમના પતિ આરોપી કેશુભાઈ વેરશીભાઈ ચારોલીયા સામે પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ વાંકાનેરના ગાયત્રી મંદિર રોડ ઉપર વૃદ્ધા આશ્રમ સામેના ભાગે તેમના પતિ અને બાળકો સાથે રહેતા હતા. પત્નીના ચારિત્ર્ય પર શંકા જતા પત્નીને પહેલા ખુબ મારપીટ કરી અને છરી વડે તેનું નાક કાપી નાખ્યું હતું. હાલ મહિલાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરી છે.