Not Set/ સુરતમાં જીવનમાં પહેલીવાર પતંગ ચગાવવા જતાં 6 વર્ષના બાળકને મળ્યું મોત, જાણો શું છે મામલો

ઉત્તરાયણ નજીક હોવાથી ગુરુવારની સાંજે તનય તેની બહેન અને કેટલાક મિત્રો સાથે અગાશીમાં પતંગ ચગાવતો હતો. આવામાં તેનુ ધ્યાન રહ્યુ ન હતું અને તે એપાર્ટમેન્ટની અગાશી પરથી નીચે પટકાયો હતો.

Top Stories Gujarat Surat
પતંગ
  • પતંગ ચગાવતી વખતે પડતી જતા બાળકનું મોત
  • સુરતમાં પતંગ ચગાવતી વખતે પડી જતા મોત
  • સુરતના અડાજણ-પાલ રોડ વિસ્તારની ઘટના
  • પ્રાધ્યાપકના એકના એક પુત્રનું મોત
  • બાળક અગાશી પરથી પટકાયો નીચે

ઉત્તરાયણને હજુ ઘણા દિવસ બાકી છે ત્યારે દરેક માતા-પિતા અને પતંગરસિકો માટે લાલબત્તી ધરતો બનાવ સામે આવ્યો છે. સુરતના અડાજણ-પાલ રોડ પરના એપાર્ટમેન્ટમાં છ વર્ષનો માસૂમ બાળક પાંચમાં માળની અગાસી પરથી પતંગ ચગાવતા નીચે પટકાતા મોતને ભેટ્યો હતો.

આ પણ વાંચો :સુરતમાં વધી રહ્યા છે કોરોનાના કેસ, 24 કલાકમાં 15 વિદ્યાર્થીઓ થયા પોઝિટિવ

મળતી માહિતી અનુસાર, સુરતના અડાજણ-પાલ વિસ્તારમાં બનેલી આ ઘટના છે. આ વિસ્તારમાં રહેતા હિરેનભાઈ પટેલ એગ્રિક્લચર કોલેજમાં મદદનીશ પ્રાધ્યાપકની ફરજ બજાવે છે. તેમને સંતાનમાં તનય નામનો એક દીકરો અને દીકરી છે. તનય  ધોરણ-1માં અભ્યાસ કરતો હતો. પરિવાર આ વિસ્તારમાં આવેલ નીલકંઠ એવન્યુમાં રહતો હતો. ઉત્તરાયણ નજીક હોવાથી ગુરુવારની સાંજે તનય તેની બહેન અને કેટલાક મિત્રો સાથે અગાશીમાં પતંગ ચગાવતો હતો. આવામાં તેનુ ધ્યાન રહ્યુ ન હતું અને તે એપાર્ટમેન્ટની અગાશી પરથી નીચે પટકાયો હતો. લગભગ 60 થી 70 ફૂટ નીચે પટકાતા તનય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

પીડિતનાં પિતાએ જણાવ્યું કે, તે ધોરણ-1માં અભ્યાસ કરતો હતો. અમારા નીલકંઠ એવન્યુના બાળમિત્રો સાથે ધાબા પર તે રમવા જતો હતો. ત્યારે તેની મોટી બહેન એની સાથે જ રહેતી. ગુરુવારની સાંજે અચાનક તેને પતંગ ચગાવવાની જીદ કરતાં તેની માતાએ તેને પતંગ લાવી આપ્યો હતો. બહેન અને બીજા બાળમિત્રો સાથે જ હતાં. એ જ સમયે બાળક નીચે પટકાતાં અચાનક બૂમાબૂમ અને ચિચિયારીઓ પડતાં લોકો એકત્ર થઈ ગયા હતાં.

આ પણ વાંચો :અમદાવાદમાં રહો છો તો સાચવજો! શહેરમાં વધુ 10 વિસ્તારો માઇક્રોકન્ટેનમેન્ટ ઝોનમાં ફેરવાયા

બાળકની માતાએ જ્યારે દોડીને જોયું તો બાળક અગાસી પરથી એટલે કે લગભગ 60-70 ફૂટ ઉપરથી નીચે પટકાયો હતો. જેથી તેનાં માથા ને છાતીમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. આથી તાત્કાલિક તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. જ્યાં તેને મૃત જાહેર કરાયો. પિડિતનાં પિતાએ કહ્યું કે, પત્નીને તો એમ જ છે કે પોતાનો બાળક હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે અને સ્વસ્થ છે. પરંતુ હકીકત તો મારું મન જ જાણે છે કે હું આખી રાત મારા દીકરાના મૃતદેહ સાથે કેવી રીતે રહ્યો છું.

આ પણ વાંચો :સુરેન્દ્રનગર જિલ્લામાં શિક્ષણ રાજ્ય મંત્રી કીર્તિસિંહ વાઘેલાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયું શૈક્ષણિક અધિવેશન

આ પણ વાંચો : ચુડાના ખાંડીયા ગામના યુવાનનું મૃત્યુ!પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો,પરિવારે હત્યાની શંકા વ્યક્ત કરી

આ પણ વાંચો :કોર્ટનું હુકમનામું પણ પત્નીને પતિ સાથે રહેવા મજબૂર ન કરી શકે :  ગુજરાત હાઈકોર્ટનો નિર્ણય