Not Set/ મહારાષ્ટ્રમાં નોટ છાપી ગુજરાતમાં ઘુસાડવાનો ચાલતો હતો કારોબાર

પોલીસે આ ભેજાબાજોએ ફરતી કરેલી 148 ડુપ્લીકેટ નોટો કબજે કરી છે . પરંતુ રૂપિયા 500 ના દરની હજુ 132 નકલી નોટો ધરમપુર માર્કેટમાં ફરી રહી છે .

Gujarat Others
kejriwaaal 2 મહારાષ્ટ્રમાં નોટ છાપી ગુજરાતમાં ઘુસાડવાનો ચાલતો હતો કારોબાર

વલસાડ મહારાષ્ટ્રને અડીને આવેલા ધરમપુરથી વલસાડ પોલીસે ડુપ્લીકેટ નોટનું કૌભાંડ ઝડપી પાડ્યું છે . મહારાષ્ટ્રમાં ડુપ્લીકેટ નોટ છાપી ધરમપુરમાં ફરતી કરાવવાંના નેટવર્કનો પોલીસે પર્દાફાશ કરી ધરમપુરના એક વેપારી સહિત 4 ની ધરપકડ કરી છે . જ્યારે અન્ય 3 જણા હાલ વોન્ટેડ છે .

વલસાડ ડીએસપી ઓફિસ ખાતે યોજાયેલી પરિષદમાં ડીએસપી રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના સુરગાણા . જિલ્લામાં સુણી ગામમાં રહેતો અનિલ નામનો વ્યક્તિ ઘરે જ પ્રિન્ટર સહિતની સામગ્રીઓ રાખી ડુપ્લીકેટ નોટો પ્રિન્ટિંગ કરતો હતો . અસલ જેવી લાગતી આ નોટો પ્રિન્ટ કરી તે મહારાષ્ટ્રના હરિદાસ નામના વ્યક્તિને આપતો હતો. અને હરિદાસ નોટ જયસિંગને આપી જયસિંહ ઝીપઢભાઈ મારફતે ધરમપુર સહિતના આસપાસના વિસ્તારોમાં નોટો ઘુસાડતો હતો .

kejriwaaal 3 મહારાષ્ટ્રમાં નોટ છાપી ગુજરાતમાં ઘુસાડવાનો ચાલતો હતો કારોબાર

પોલીસે આ ભેજાબાજોએ ફરતી કરેલી 148 ડુપ્લીકેટ નોટો કબજે કરી છે . પરંતુ રૂપિયા 500 ના દરની હજુ 132 નકલી નોટો ધરમપુર માર્કેટમાં ફરી રહી છે . જે કદાચ હવે જિલ્લાના ઘણા વિસ્તારો સુધી પણ પહોંચી ગઈ હશે . ત્યારે આ નોટો પૈકીની કોઈ નોટ આપણી પાસે ના આવી જાય તેની તકેદારી પણ દરેકે રાખવી પડશે .