સુરતના સાયણ વિસ્તારમાં જે ઇન્ડસ્ટ્રીયલ એરીયા આવેલો છે તેમાં વારંવાર થતી પાવર કટની સમસ્યાને લઈને વીવર્સમાં રોષ જોવા મળ્યો છે. તેને લઈને વીવર્સ દ્વારા દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની ઓફિસ ખાતે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
સુરતની સાયણ ઇન્ડસ્ટ્રીયલમાં વારંવાર પાવર કટ કે પાવર ઝટકા મારતો હોવાની સમસ્યાઓ ઉદભવી રહી હોવાને લઈને વીવર્સ રોશે ભરાયા છે. અગાઉ તેમને આ બાબતે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડને રજૂઆત કરી હતી અને જે તે સમયે તમામ સમસ્યાનું નિરાકરણ આવી જશે તેવી ખાતરી વીજ કંપની દ્વારા આપવામાં આવી હતી પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ફરી આ સમસ્યા આવી રહી છે.
અંડરગ્રાઉન્ડ લાઈનમાં ફોલ્ટ હોવાના કારણે 24-24, 36-36 કલાક મશીનો બંધ રહેતા હોવાથી વીવર્સને લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. તેથી તમામ વીવર્સ ફોગવાની આગેવાની હેઠળ સુરતના કાપોદ્રા ખાતે આવેલા ઊર્જા સદનમાં પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો.
વીવર્સનું કહેવું છે કે દક્ષિણ ગુજરાત વીજ લિમિટેડ કંપની દ્વારા વીજ જોડાણમાં વધારો કરવામાં આવે છે પરંતુ ટ્રાન્સફોર્મર વધારવામાં આવતા નથી અને તેના કારણે પાવર લોડીંગ થવાથી વારંવાર આ પ્રકારના ફોલ્ડ થાય છે. જેના કારણે લેટેસ્ટ ટેકનોલોજીના જે મશીનો હોય છે તેની સર્કિટ અને પેનલોમાં નુકસાન થવાથી ઉદ્યોગકારોને વધુ નુકસાન થઈ રહ્યું છે. જેથી આ સમસ્યાનું નિરાકરણ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા લાવવામાં આવે.
આ પણ વાંચો:અમદાવાદ એરપોર્ટ ભરતીના ઉમેદવારો રઝળ્યા, સવારનો સમય આપ્યો હોવા છતાં ઇન્ટરવ્યુ નહી
આ પણ વાંચો:દ્વારકાની સિવિલ હોસ્પિટલમાં લાગ્યા તાળાં, 108 એમ્બ્યુલન્સના દર્દીઓને પણ સારવાર ન મળી
આ પણ વાંચો:નેચર સફારીને એક વર્ષ થયું પુર્ણ, પ્રવાસીઓએ પ્રકૃતિ સાથે સિંહ દર્શનનો માણ્યો આનંદ
