Banaskantha News : બનાસકાંઠામાં અમીરગઢ પાસે સ્ટેટ મોનિટરીંગ સેલ (એસએમસી)ના અધિકારીઓે કારમાંથી 1.65 લાખના દારૂ સાથે રી.6,70,344 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને અન્ય ફરાર આરોપીઓની શોધ હાથ ધરી છે.આ બનાવની વિગત મુજબ એસએમસીના અધિકારીઓને માહિતી મળી હતી કે અમીરગઢમાં કોરોના હોટેલ પાસેના બ્રિજ પરથી દારૂ ભરેલી કાર પસાર થવાની છે.
જેને આધારે પોલીસે અહીં જાળ બિછાવીને કારને આંતરી હતી. કારમાં તપાસ કરતા અંદરથી રૂ. 1,65,244 ની કિંમતનો દારૂ, મોબાઈલ, રોકડ અને કાર મળીને કુલ રૂ.6,70,344 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં પોલીસે બનાસકાંઠાના દારૂનો ધંધો કરનારા મુખ્ય આરોપી મહેશ્વરા વી. વાઘેલાની ધરપકડ કરી હતી.જ્યારે પાંચ ફરાર આરોપીની શોધ હાથ ધરી છે. આ અંગે વધુ તપાસ અમીરગઢ પોલીસ ચલાવી રહી છે.
આ પણ વાંચો: ઓરંગા નદીના પાણી ઓસર્યા, પુલ-માર્ગો થયા જર્જરિત
આ પણ વાંચો: ડાંગમાં અનેક ગામો થયા સંપર્કવિહોણાં
આ પણ વાંચો: ગુજરાતમાં રહેશે આજે વરસાદી માહોલ, ક્યાં અપાયું છે એલર્ટ
