ગાંધીનગર,
કોંગ્રેસ દ્વારા વિધાનસભાના ગૃહનો વિરોધ કરાતા ગૃહની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી છે. ગૃહની કાર્યવાહી પૂર્ણ થયા બાદ જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. વાઘાણીએ કહ્યું હતું કે, જનતાની સુખાકારી માટે સરકાર કટીબદ્ધ છે. વધુમાં કોંગ્રેસ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ હંમેશા જ્ઞાતિઓને છેતરતી આવી છે. પાટીદાર સમાજને પણ છેતર્યો છે.
