Ahmedabad News: અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ (AMC Encroachment Drive) દૂર કરવાની કામગીરી દરમિયાન વિવાદ સર્જાયો હતો. રતનબા કેનાલ પાસે AMCની દબાણ શાખાની ટીમ અને સ્થાનિક લારી ધારકો વચ્ચે બોલાચાલી બાદ ઘર્ષણની સ્થિતિ ઉભી થઈ હતી.
મળતી માહિતી મુજબ, AMCની ટીમ વિસ્તારમાં દબાણ (AMC Encroachment Drive) હટાવવાની કામગીરી માટે પહોંચી હતી. આ દરમિયાન લારી ધારકો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ મામલો વધુ ગરમાયો હતો.
AMC Encroachment Drive: લારી ધારકને માર માર્યાનો આક્ષેપ
લારી ધારકોનો આક્ષેપ છે કે, દબાણ શાખાના એક કર્મચારી દ્વારા એક લારી ધારક સાથે મારપીટ કરવામાં આવી હતી. આ ઘટનાથી રોષે ભરાયેલા લારી ધારકોએ AMCની કાર્યવાહી સામે વિરોધ નોંધાવ્યો હતો અને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
શાકભાજી રસ્તા પર ફેંકી કર્યો વિરોધ
વિરોધ દરમિયાન કેટલાક લારી ધારકોએ પોતાની લારીઓમાં રહેલા શાકભાજી રસ્તા પર ફેંકી દીધા હતા. આ રીતે તેમણે AMCની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી. લારી ધારકોએ સ્થળ પર ભારે સૂત્રોચ્ચાર અને નારાબાજી કરીને વિરોધ નોંધાવ્યો હતો.
પોલીસને બોલાવવાની ફરજ પડી
પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે લારી ધારકોએ પોલીસને જાણ કરી હતી. તેમણે AMC દબાણ (AMC Encroachment Drive) શાખાના કર્મચારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી. હાલ સમગ્ર મામલે બંને પક્ષોની રજૂઆત અને ઘટનાની વિગતોના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
દબાણ કાર્યવાહી સામે લારી ધારકોમાં રોષ
સ્થાનિક લારી ધારકોનું કહેવું છે કે, તેઓ રોજગાર માટે લારીઓ ચલાવે છે અને અચાનક કાર્યવાહીથી તેમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.બીજી તરફ, AMC દ્વારા શહેરમાં જાહેર રસ્તાઓ અને જગ્યાઓ પરથી દબાણ (AMC Encroachment Drive) દૂર કરવાની કામગીરી સમયાંતરે કરવામાં આવે છે.
આ પણ વાંચો:ઇસનપુરના આંબા તળાવ પર AMCનો બુલડોઝર, 160થી વધુ દબાણો દૂર કરાશે
આ પણ વાંચો:નિકોલમાં દબાણ હટાવવા ગયેલી AMC Team પર પથ્થરમારો
આ પણ વાંચો: દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન AMC-પોલીસ પર પથ્થરમારો
