Ahmedabad Airport Interview/ અમદાવાદ એરપોર્ટ ભરતીના ઉમેદવારો રઝળ્યા, સવારનો સમય આપ્યો હોવા છતાં ઇન્ટરવ્યુ નહી

ગુજરાતમાં તાજેતરમાં જ પેપર ફૂટ્યુ અને પરીક્ષા રદ થતાં નવ લાખ ઉમેદવારો રઝળી પડ્યા તે વાત માંડ શમી છે ત્યારે અમદાવાદ એરપોર્ટે પણ ભરતી માટે બોલાવેલા ઉમેદવારોને રઝળાવ્યા હતા. તેના લીધે ઇન્ટરવ્યુ માટે આવેલા યુવકો અને યુવતીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

Top Stories Gujarat

Ahmedabad Airport Interview ગુજરાતમાં તાજેતરમાં જ પેપર ફૂટ્યુ અને પરીક્ષા રદ થતાં નવ લાખ ઉમેદવારો રઝળી પડ્યા તે વાત માંડ શમી છે ત્યારે અમદાવાદ એરપોર્ટે પણ ભરતી માટે બોલાવેલા ઉમેદવારોને રઝળાવ્યા હતા. તેના લીધે ઇન્ટરવ્યુ માટે આવેલા યુવકો અને યુવતીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. એઆઇ એરપોર્ટ સર્વિસ લિમિટેડ દ્વારા કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ અને જુનિયર કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવની ભરતી અંગેના ઇન્ટરવ્યુ હતા.

નોકરી મેળવવા આવેલા યુવક-યુવતીઓ એરપોર્ટ પર રોડ પર મોટી સંખ્યામાં Ahmedabad Airport Interview જોવા મળ્યા હતા. તેઓને પણ પહેલા આશ્ચર્ય થયું હતું કે ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યા હોવા છતાં પણ ઇન્ટરવ્યુ લેવાતા કેમ નથી. યુવક-યુવતીઓનો ઇન્ટરવ્યુ ટાઇમ સવારનો હતો પરંતુ છેક બપોર સુધી તેમનો ઇન્ટરવ્યુ થયો ન હતો. પહેલા તો યુવક-યુવતીઓને હોટેલમાં બોલાવવામાં Ahmedabad Airport Interview  આવ્યા અને તેના પછી ગાર્ડનમાં જવાનું કહેવામાં આવ્યું હતું.

ઇન્ટરવ્યુ તો સત્તાવાળાઓએ ન લીધો પણ ઇન્ટરવ્યુ માટે આવેલા યુવાનોને યોગ્ય જવાબ પણ આપવામાં આવ્યો ન હતો. તેઓને ઇન્ટરવ્યુ રદ કરાયો છે કે રિશેડ્યુલ કરાયો છે. ઇન્ટરવ્યુ લેનારા આવ્યા નથી કે બીજી કોઈ તકલીફ છે. હાલમાં આ ઇન્ટરવ્યુ મોકૂફ રાખ્યો છે કે તેને પેન્ડિંગ રખાયો છે. ભવિષ્યમાં ઇન્ટરવ્યુ ક્યારે થશે તેવી કોઈપણ પ્રકારની માહિતી ઇન્ટરવ્યુ માટે આવનારા યુવાનોને પૂરી પાડવામાં આવી ન હતી. આ બતાવે છે કે નોકરી માટે આવનારા યુવાનોને કેવી રીતે ટ્રીટ કરવામાં આવે છે.

અમદાવાદ એરપોર્ટ ઓથોરિટી અરજદારોને કમસેકમ એસએમએસ કરીને કે વોટ્સએપ કરીને કોઈપણ પ્રકારનું અપડેટ તો આપી જ શકી હોત. પરંતુ આવું કશું જ કરવામાં આવ્યું નથી. માણસોને લેવાની ભરતી આપ્યાની જાહેરાત પછી તેના ઇન્ટરવ્યુ જ ન લેવાય તે કેટલી હદ સુધીની તેમની બેદરકારી છે તે પુરવાર કરે છે. સરકારે તાજેતરમાં રદ કરી ઉમેદવારોને રઝળાવ્યા તો એરપોર્ટ ઓથોરિટીએ પણ જાણે સરકારને અનુસરવાનું નક્કી કરી લીધું હોય તેમ લાગે છે.

આ પણ વાંચોઃ

New Education Policy 2020/ નવી શિક્ષણ નીતિના અમલીકરણ માટેના ચક્રો ગતિમાનઃ ટૂંક સમયમાં થશે જાહેરાત

શું આ છે વિકાસ?/ દ્વારકાની સિવિલ હોસ્પિટલમાં લાગ્યા તાળાં, 108 એમ્બ્યુલન્સના દર્દીઓને પણ સારવાર ન મળી

ધમકી/ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવ્યો ધમકીભર્યો ફોન, સુરક્ષા એજન્સીઓ એલર્ટ