ઈઝરાયલ:
ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ જાન્યુઆરીમાં ભારતના પ્રવાસે આવશે. 1992માં ભારત અને ઇઝરાયેલના રાજનૈતિક સંબંધો સ્થાપિત થયા બાદ ભારતની યાત્રા કરનારા તેઓ બીજા ઇઝરાયેલી વડાપ્રધાન બનશે. આ પહેલા વડાપ્રધાન એરિયલ શેરોને 2003માં ભારતની યાત્રા કરી હતી. નેતન્યાહૂ 14 જાન્યુઆરીના દિવસે અમદાવાદ આવશે.
જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનું સ્વાગત કરશે. ત્યારબાદ તેઓ 15 અને 16 જાન્યુઆરીએ નવી દિલ્હીમાં ઘણી સત્તાવાર બેઠકોમાં હાજરી આપશે. 17 જાન્યુઆરીએ નેતન્યાહુ મુંબઇના તે યહૂદી કેન્દ્રની મુલાકાત લેશે. જે 2008માં આતંકવાદી હુમલાનો શિકાર થયું હતુ. ગત જુલાઇ મહિનામાં ઇઝરાયેલના પ્રવાસ દરમિયાન પીએમ મોદીએ નેતન્યાહૂને ભારત આવવા માટે આમંત્રણ આપ્યું હતું.
