ધમકી/ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવ્યો ધમકીભર્યો ફોન, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

ધમકીભર્યા કોલ મળ્યા બાદ મુંબઈ પોલીસ સહિત અન્ય એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે. મુંબઈ પોલીસ (Mumbai Police) પાસેથી મળેલી માહિતી મુજબ સોમવારે રાત્રે લગભગ 10 વાગ્યે એરપોર્ટ પર ધમકીભર્યો કોલ આવ્યો હતો.

Top Stories India
મુંબઈ

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (Chhatrapati Shivaji Maharaj International Airport) પર ધમકીભર્યો ફોન આવતાં ખળભળાટ મચી ગયો હતો. આ કોલ મોડી રાત્રે આતંકી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીન (Indian Mujahideen)ના નામે આવ્યો હતો. ધમકીભર્યા કોલ મળ્યા બાદ મુંબઈ પોલીસ સહિત અન્ય એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે. મુંબઈ પોલીસ (Mumbai Police) પાસેથી મળેલી માહિતી મુજબ સોમવારે રાત્રે લગભગ 10 વાગ્યે એરપોર્ટ પર ધમકીભર્યો કોલ આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ ઈરફાન અહેમદ શેખ (Irfan Ahmed Sheikh)તરીકે અને ઈન્ડિયન મુજાહિદ્દીનના સભ્ય તરીકે આપી હતી.

ધમકી આપનાર ફોન કરનારે પોતાનો પરિચય આપ્યા બાદ કોડ વર્ડનો ઉપયોગ કરીને શંકાસ્પદ વાત કરવાનું ચાલુ રાખ્યું હતું. જે બાદ મુંબઈ પોલીસને આ માહિતી આપવામાં આવી હતી. માહિતી મળ્યા પછી, એરપોર્ટની તમામ એજન્સીઓને એલર્ટ કરવામાં આવી હતી અને મુંબઈની સહાર પોલીસે આઈપીસીની કલમ 505(1) હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવાની પ્રક્રિયા શરૂ કરી હતી.

આ પણ વાંચો: INS વિક્રાંત પર તેજસ જેટનું લેન્ડિંગ: ભારતની અદભુત સફળતા

આ પણ વાંચો: ઇન્ફર્ટિલિટી એક્સપર્ટ કોન્ફરન્સમાં સ્વાસ્થ્ય મંત્રીનું મોટું નિવેદન – બાળક ન જન્મે તો પિતા પણ જવાબદાર

આ પણ વાંચો:યુવતી સાથે બળજબરી કરવી પડી ભારે, કિસ દરમિયાન યુવકનો હોઠ કાપીને મોંથી કર્યો અલગ

આ પણ વાંચો:ઓક્સિજન સપોર્ટ પર હતા 20 થી વધુ નવજાત શિશુઓ, લાઈન કાપીને લઈ ગયા ચોર અને…

આ પણ વાંચો:હિંડનબર્ગ રિપોર્ટ પર સંસદમાં હોબાળો, કોંગ્રેસ LIC-SBI ઓફિસની બહાર વિરોધ કરશે