Not Set/ સુરત: ફાયર સેફટીનો અભાવ, 7 ઝોનમાં ફાયર વિભાગનો સપાટો, 60થી વધુ દુકાનોને સીલ

સુરતમાં ફાયર વિભાગે સાત ઝોનમાં સપાટો બોલાવતા કાર્યવાહી કરી છે. અમદાવાદની બાળકોની હોસ્પિટલમાં આગની ઘટના બાદ સુરતનું ફાયર વિભાગ હરકતમાં આવ્યું અને વેસુ વિસ્તારમાં આવેલ રિચમંડ પ્લાઝાને સીલ કરી દેવાયું.ઉપરાંત કુલ 60થી વધુ દુકાનોને પણ સીલ મારી દેવાતા મોલ અને કોમ્પલેક્ષ સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે. જણાવીએ કે ફાયર વિભાગે જે પણ ખાનગી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી […]

Top Stories Gujarat Surat Videos
wwp 5 સુરત: ફાયર સેફટીનો અભાવ, 7 ઝોનમાં ફાયર વિભાગનો સપાટો, 60થી વધુ દુકાનોને સીલ

સુરતમાં ફાયર વિભાગે સાત ઝોનમાં સપાટો બોલાવતા કાર્યવાહી કરી છે. અમદાવાદની બાળકોની હોસ્પિટલમાં આગની ઘટના બાદ સુરતનું ફાયર વિભાગ હરકતમાં આવ્યું અને વેસુ વિસ્તારમાં આવેલ રિચમંડ પ્લાઝાને સીલ કરી દેવાયું.ઉપરાંત કુલ 60થી વધુ દુકાનોને પણ સીલ મારી દેવાતા મોલ અને કોમ્પલેક્ષ સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે.

જણાવીએ કે ફાયર વિભાગે જે પણ ખાનગી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી ન હોય તેવી હોસ્પિટલો સામે લાલ આંખ કરી. એટલું જ નહીં ફાયર સેફટીની સુવિધા ઉભી કરવામાં ઉદાસીન વલણ દાખવનાર મોલ અને કોમ્પ્લેસના સંચાલકોને ફાયર વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી.જોકે નોટિસ આપ્યા છતા પણ ફાયર સેફ્ટી કરવામાં ન હોવાનું જણાતા ફાયર વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.