Not Set/ SCએ આપ્યો ઐતિહાસિક ચુકાદો, કાયદાકીય શર્તો સાથે વ્યક્તિ લઇ શકશે ઈચ્છા મૃત્યુ

દિલ્લી, દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે વ્યક્તિના ઈચ્છા મૃત્યુ અંગે શુક્રવારે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા વ્યક્તિને લિવિંગ વિલ (ઈચ્છા મૃત્યુ)ને કેટલીક કાયદાકીય શર્તો સાથે મંજૂરી આપવામાં આવી છે. પરંતુ કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જ્યાં સુધી આ ચુકાદા અંગે કાયદો લાવવામાં નહિ આવે ત્યાં સુધી કોર્ટની ગાઈડલાઈન્સ જ માન્ય ગણવામાં આવશે. […]

Top Stories
k SCએ આપ્યો ઐતિહાસિક ચુકાદો, કાયદાકીય શર્તો સાથે વ્યક્તિ લઇ શકશે ઈચ્છા મૃત્યુ

દિલ્લી,

દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે વ્યક્તિના ઈચ્છા મૃત્યુ અંગે શુક્રવારે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા વ્યક્તિને લિવિંગ વિલ (ઈચ્છા મૃત્યુ)ને કેટલીક કાયદાકીય શર્તો સાથે મંજૂરી આપવામાં આવી છે. પરંતુ કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જ્યાં સુધી આ ચુકાદા અંગે કાયદો લાવવામાં નહિ આવે ત્યાં સુધી કોર્ટની ગાઈડલાઈન્સ જ માન્ય ગણવામાં આવશે.

સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ પથારીવશ વ્યક્તિ લિવિંગ વિલ દ્વારા પોતાનું નિવેદન જાહેર કરીને નિર્દેશ આપી શકે છે કે પોતાના જીવનને કોઈ પણ વેન્ટીલેટર કે કોઈ કુત્રિમ સપોર્ટ સિસ્ટમ લગાવીને વધારવામાં ન આવે.

સુપ્રીમ કોર્ટ દ્વારા પોતાની ટિપ્પણીમાં કહેવામાં આવ્યું, પથારીવશ વ્યક્તિને અધિકાર હોય છે કે તે અંતિમ શ્વાસ લઇ શકે. લોકોને સન્માન સાથે મૃત્યુ પામવાનો અધિકાર છે. લિવિંગ વિલએ એક લેખિત દસ્તાવેજ હોય છે જેમાં કોઈ પણ દર્દી પહેલાથી જ નિર્દેશ કરતો હોય છે કે પથારીવશ થઇ ગયેલાની સ્તિથીમાં પહોચવા પર તેને ક્યાં પ્રકારની સારવાર કરવામાં આવે.

તમને જણાવી દઈએ કે, “પૈસિવ યુથેનેશિયા” (ઈચ્છા મૃત્યુ) એ સ્તિથી છે ત્યારે કોઈ પથારીવશ વ્યક્તિને મૃત્યુ તરફ આગળ વધવાની શંકાએ તેની સારવાર બંધ કરવામાં આવતી હોય છે.

ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની પાંચ બેંચવાળી ખંડપીઠે ગત વર્ષે ૧૧ ઓકટોબરના રોજ આ સુનાવણી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. ત્યારે શુક્રવારે આ મામલે ઐતિહાસિક નિર્ણય આપ્યો છે.  સુપ્રીમ કોર્ટની પાંચ બેંચવાળી ખંડપીઠમાં ચીફ જસ્ટિસ દીપક મિશ્રા ઉપરાંત જસ્ટિસ એ કે સિકરી, જસ્ટિસ એ એમ ખાનવિલકર, જસ્ટિસ ડી વાઈ ચંદ્રચુડ અને જસ્ટિસ અશોક ભૂષણ સામેલ હતા.

સુપ્રીમ કોર્ટ દ્વારા જણાવાવમાં આવ્યું, જીવન અને મૃત્યુને અલગ કરવામાં આવી શકતું નથી. દરેક ક્ષણે અમારા શરીરમાં ફેરફાર થતા હોય છે. ફેરફાર એક નિયમ છે. જીવનને મોતથી અલગ કરવામાં આવી શકતું નથી. મૃત્યુ પણ જીવન જીવવાની જ એક પ્રક્રિયા છે.

મહત્વનું છે કે, એક NGO દ્વારા સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને જણાવ્યું હતું કે, બંધારણના આર્ટિકલ ૨૧માં જણાવ્યા મુજબ, જે પ્રમાણે નાગરિકોને જીવન જીવવાનો અધિકાર છે તે જ રીતે તેઓને મૃત્યુ પામવાનો પણ અધિકાર છે. આ મામલે કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ઈચ્છા મૃત્યુની વસીયત લખવામાં માટે અનુમતિ આપવામાં આવતી નથી પરંતુ મેડિકલ બોર્ડના નિર્દેશ અનુસાર અંતિમ શ્વાસ નજીક પહોચેલા વ્યક્તિની સપોર્ટ સિસ્ટમ હટાવી શકાય છે.