Not Set/ શાહરુખ ખાન ડોન-3નું શુટિંગ શરૂ કરશે,જાણો કયારે

મુંબઈ બોલીવુડ સુપરસ્ટાર અભિનેતા શાહરુખ ખાનની ઝીરો ફિલ્મનું શુટીંગ પૂર્ણ થવાની તૈયારીમાં છે. ત્યારે જાણવા મળી રહું છે કે ડોન ફિલ્મના નિર્માતાઓએ ફરી એકવાર ડોન ફિલ્મની સિક્વલ બનાવવાની જાહેરાત કરી છે. આનંદ એલ રાયની ઝિરો ફિલ્મનુ શુટિંગ પુર્ણ થયા બાદ શાહરુખ ખાન ડોન-3 ફિલ્મનુ શુટિંગ શરૂ કરશે. મહત્વની વાત એ છે કે, ડોનના પ્રથમ બે […]

Entertainment
lo શાહરુખ ખાન ડોન-3નું શુટિંગ શરૂ કરશે,જાણો કયારે

મુંબઈ

બોલીવુડ સુપરસ્ટાર અભિનેતા શાહરુખ ખાનની ઝીરો ફિલ્મનું શુટીંગ પૂર્ણ થવાની તૈયારીમાં છે. ત્યારે જાણવા મળી રહું છે કે ડોન ફિલ્મના નિર્માતાઓએ ફરી એકવાર ડોન ફિલ્મની સિક્વલ બનાવવાની જાહેરાત કરી છે. આનંદ એલ રાયની ઝિરો ફિલ્મનુ શુટિંગ પુર્ણ થયા બાદ શાહરુખ ખાન ડોન-3 ફિલ્મનુ શુટિંગ શરૂ કરશે.

મહત્વની વાત એ છે કે, ડોનના પ્રથમ બે ભાગમાં રહેલ પ્રિયંકા હવે ડોન-3ના ભાગમાં  જોવા નહીં મળે.

મળતી માહિતી મુજબ  આ ફિલ્મમાં કોઈ નવા ચહેરાને લોન્ચ કરવાની યોજના ચાલી રહી છે. સુત્રોનું કહેવુ છે કે આ ફિલ્મનુ શુટિંગ દુબઈ અને અબુધાબીમાં કરવામાં આવશે.

આ ફિલ્મના શુટિંગની શરૂઆત 2019થી થઈ શકે છે. શાહરુખ ખાનના પ્રશંસકો લાંબા સમયથી ડોન-3ની રાહ જાઈ રહ્યા હતા. ત્યારે તેમને નજીકના ભવિષ્યમાં જ આ ફિલ્મ જોવા મળી સકે છે.

શાહરુખ ખાન સાત વર્ષ બાદ ફરી એકવાર અંડર વર્લ્ડ ડોનની ભૂમિકા જોવા મળશે. ફિલ્મ ડોન-૩ પહેલા ડોન ફિલ્મના બન્ને ભાગ બોક્સ ઓફિસ પર હિટ રહ્યા હતા. ડોન ફિલ્મ મૂળ અમિતાભ બચ્ચનની ફિલ્મ ડોન પરથી લેવામાં આવેલી છે.