મુંબઇ,
ડાન્સ રીયાલીટી શો ‘ડાન્સ પ્લસ 4’ના વિનરની ઘોષણા થઈ ચુકી છે. ચેતન સાલુંખે આ લોકપ્રિય ડાન્સ શોના વિજેતા ઘોષિત કરવામાં આવ્યા છે. શોના ફાઈનલમાં ચાર સ્પર્ધકો પહોંચ્યા હતા. જેમના નામ વર્તિકા ઝા, ચેતન સાલુંખે, વી અનબીટેબલ અને સુજન-આંચલ છે. શોના ગ્રાન્ડ ફિનાલેમાં મેંટર્સ ધર્મશ, પુનિત પાઠક અને શક્તિ મોહન તેનું શાનદાર પર્ફોમન્સ આપતા જોવા મળ્યા.આ ઉપરાંત, માધુરી દીક્ષિતે પણ તેના પરફોર્મન્સ શોમાં બધનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું. આ પહેલાં શોના ગ્રાન્ડ ફિનાલેની એક વીડીયો ક્લિપમાં માધુરી, અનિલ કપૂર સાથે પર્ફોમ કરતા જોવા મળી હતી. માધુરી તેના લોકપ્રિય ગીત ‘ચને કે ખેત મેં’ પર ડાન્સ કરતા જોવા મળી.
આ ગ્રાન્ડ ફિનાલેમાં ઘણા સેલિબ્રિટી જોવા મળ્યા હતા. જેમાં માધુરી દિક્ષિત, અનિલ કપૂર, રિતેશ દેશમુખ, કુમાર સાનુ, અંકિત લોખંડ, નોરા ફતેહી અને મોની રોય જેવા સ્ટાર્સનો સમાવેશ થાય છે. માધુરી, અનિલ કપૂર અને રિતેશ દેશમુખ તેમની ફિલ્મ ‘ટોટલ ધમલ’ ને પ્રમોટ કરવા પહોંચ્યા હતા. આ સિવાય, અજય દેવગણ પણ શોમાં જોવા મળ્યા હતા. ડાન્સ પ્લસ 4 ને રાઘવ જુયલ અને સુગંધા મિશ્રાએ હોસ્ટ કત્યો છે. આ શોમાં રેમો ડીસુઝા સુપર જજ તરીકે જોવા મળ્યા છે. તો શક્તિ મોહન, પુનીત પાઠક અને ધર્મેશે તેમની-તેમની ટીમને મેંટર કરી છે.
સુજન આંચલે એક એવા ફાઈનલિસ્ટ છે જે પુનીતની ટીમમાંથી છે. આ ઉપરાંત, ધર્મેશની ટીમના બે સભ્યોએ ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી. વર્તિકા અને વી અનબીટેબલ ટીમ ધર્મેશથી છે. આ સિવાય, શક્તિની ટીમમાંથી કોઇપણ ફાઇનલનો ભાગ બન્યા નથી. એવું માનવામાં આવતું હતું કે વર્તિકા આ શો જીતવા માટેના સૌથી મજબૂત દાવેદારોમાની હતી. તેણે 12 વર્ષની વયે ડાન્સ કરવાનું શરૂ કર્યું હતું. તેમના પિતા હંમેશા વર્તિકાના ડાન્સ ટેલેન્ટને સ્પોટ કર્યો છે.