Cricket/ ધવલ કુલકર્ણીએ લીધી નિવૃતિ, કારકિર્દીની છેલ્લી મેચમાં મુંબઈને વિજય અપાવ્યો

મુંબઈની જીત બાદ ધવલ કુલકર્ણી ભાવુક થઈ ગયો હતો. તેની આંખોમાં આંસુ દેખાતા હતા. ટીમના તમામ ખેલાડીઓ આવીને ધવલને ગળે લગાવ્યા. ધવલ કુલકર્ણીએ ટાઇટલ મેચની પ્રથમ ઇનિંગમાં 3 વિકેટ ઝડપી હતી. તેણે 11 ઓવરમાં માત્ર 15 રન આપ્યા હતા. જેમાં…….

Trending Sports
Beginners guide to 2024 03 14T172212.580 ધવલ કુલકર્ણીએ લીધી નિવૃતિ, કારકિર્દીની છેલ્લી મેચમાં મુંબઈને વિજય અપાવ્યો

Sports News: ભારતીય ટીમ તરફથી રમતા ફાસ્ટ બોલર ધવલ કુલકર્ણીની કારકિર્દીનો અંત આવી ગયો છે. રણજી ટ્રોફીની ફાઈનલ તેની કારકિર્દીની છેલ્લી મેચ હતી. મુંબઈએ વિદર્ભને 169 રનથી હરાવીને રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. 35 વર્ષના ધવલે 2007માં મુંબઈ તરફથી ડેબ્યૂ કર્યું હતું. તેણે ભારત માટે 12 ODI અને બે T20 ઈન્ટરનેશનલ મેચ પણ રમી હતી. તેણે મેદાનમાંથી ભાવુક વિદાય લીધી.

WhatsApp Image 2024 03 14 at 5.21.00 PM ધવલ કુલકર્ણીએ લીધી નિવૃતિ, કારકિર્દીની છેલ્લી મેચમાં મુંબઈને વિજય અપાવ્યો

વિદર્ભને જીતવા માટે 538 રનનો ટાર્ગેટ હતો. મુંબઈ તરફથી વિદર્ભની છેલ્લી વિકેટ ધવન કુલકર્ણીએ લીધી હતી. તેણે ઉમેશ યાદવને બોલ્ડ કરીને મુંબઈને ચેમ્પિયન બનાવ્યું હતું.

WhatsApp Image 2024 03 14 at 5.22.44 PM ધવલ કુલકર્ણીએ લીધી નિવૃતિ, કારકિર્દીની છેલ્લી મેચમાં મુંબઈને વિજય અપાવ્યો

ધવલ કુલકર્ણીએ મેચ બાદ કહ્યું હતું કે તેણે વિચાર્યું ન હતું કે તેને બોલિંગ મળશે. પરંતુ કેપ્ટન અજિંક્ય રહાણેએ તેને મેચ પૂરી કરવા માટે બોલ સોંપ્યો હતો.

મુંબઈની જીત બાદ ધવલ કુલકર્ણી ભાવુક થઈ ગયો હતો. તેની આંખોમાં આંસુ દેખાતા હતા. ટીમના તમામ ખેલાડીઓ આવીને ધવલને ગળે લગાવ્યા. ધવલ કુલકર્ણીએ ટાઇટલ મેચની પ્રથમ ઇનિંગમાં 3 વિકેટ ઝડપી હતી. તેણે 11 ઓવરમાં માત્ર 15 રન આપ્યા હતા. જેમાં ઓપનિંગ બેટ્સમેન અથર્વ તાઈડે, ત્રીજા નંબરે અમન મોખાડે અને કરુણ નાયરની વિકેટ સામેલ છે. તેણે બીજી ઇનિંગમાં એક વિકેટ લીધી હતી.

છેલ્લી મેચ

ધવલ કુલકર્ણીએ 96 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે અને તેના નામે 285 વિકેટ છે. તેણે ભારત માટે 12 વનડેમાં 19 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. તેના નામે 2 T20 મેચમાં 3 વિકેટ છે. મુંબઈની ટીમે 42મું રણજી ટ્રોફી ટાઈટલ જીત્યું. ટીમે આ પહેલા 2015-16માં ટાઈટલ જીત્યું હતું. આ ટૂર્નામેન્ટની 89મી સિઝન હતી. ફાઇનલમાં મુશીર ખાને સદી ફટકારી અને 2 વિકેટ લીધી અને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આ વર્ષ જ નહી, ધોની હજી બે-ત્રણ વર્ષ IPL રમે તો આશ્ચર્ય ન પામતાઃ કુંબલે

આ પણ વાંચો:લોકસભા ચૂંટણી માટે બીજેપીની બીજી યાદી જાહેર, જાણો ગુજરાતમાં કોને મળી તક

આ પણ વાંચો:અક્ષરધામ મંદિર હુમલાના માસ્ટરમાઇન્ડનો 22 વર્ષ બાદ સામે આવ્યો વીડિયો