Not Set/ IPL : સનરાઈઝર્સ હૈદરાબાદને છોડ્યા બાદ આ ટીમ માટે રમતો જોવા મળશે ભારતીય ટીમનો “ગબ્બર”

નવી દિલ્હી, ઇન્ડિયન પ્રીમિયર લીગમાં સનરાઈઝર્સ હૈદરાબાદ માટે ઓપનિંગ કરનાર શિખર ધવન હવે આ ટીમ માટે મળતો જોવા મળશે નહિ. ભારતીય ટીમમાં ગબ્બરના નામે ઓળખાતા ધવન હવે પોતાની હોમ ટીમ દિલ્હી ડેરડેવિલ્સ માટે મુવ થયો છે. આ સાથે જ શિખર ધવન ૧૦ વર્ષ બાદ પોતાની હોમ ટીમ દિલ્હી ડેરડેવિલ્સ માટે રમતો જોવા મળશે. બીજી બાજુ […]

Trending Sports
sikhar IPL : સનરાઈઝર્સ હૈદરાબાદને છોડ્યા બાદ આ ટીમ માટે રમતો જોવા મળશે ભારતીય ટીમનો "ગબ્બર"

નવી દિલ્હી,

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં સનરાઈઝર્સ હૈદરાબાદ માટે ઓપનિંગ કરનાર શિખર ધવન હવે આ ટીમ માટે મળતો જોવા મળશે નહિ. ભારતીય ટીમમાં ગબ્બરના નામે ઓળખાતા ધવન હવે પોતાની હોમ ટીમ દિલ્હી ડેરડેવિલ્સ માટે મુવ થયો છે.

આ સાથે જ શિખર ધવન ૧૦ વર્ષ બાદ પોતાની હોમ ટીમ દિલ્હી ડેરડેવિલ્સ માટે રમતો જોવા મળશે.

બીજી બાજુ દિલ્હી ડેરડેવિલ્સ દ્વારા શિખર ધવનના બદલામાં ઓલરાઉન્ડર ખેલાડી વિજય શંકર, સ્પિનર શાહબાજ નદીમ અને અભિષેક વર્માને હૈદરાબાદની ટીમ મારે માટે રિલીઝ કર્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૩માં સનરાઈઝર્સ હૈદરાબાદ દ્વારા IPLની નીલામીમાં રાઈટ ટુ મેચ કાર્ડનો ઉપયોગ કરીને શિખર ધવનને ૫.૨ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. શિખર ધવને અત્યારસુધીમાં રમેલી ૯૧ ઇનિંગ્સમાં ૨૭૬૮ રન ટીમ માટે બનાવ્યા છે.

હૈદરાબાદની ટીમ દ્વારા પોતાના નિવેદનમાં જણાવવામાં આવ્યું, “IPLની આગામી સિઝનમાં ટીમના ઓપનર બેટ્સમેન શિખર ધવન બીજી ટીમ માટે રમવા અંગેની જાહેરાત કરવી એ આઘાતજનક છે.