Not Set/ જિલ્લામાં પાણીનો પોકાર, સિંચાઈની વાત બાજુએ રહી અહીં તો પીવાના પાણીના પણ ફાંફા

ઉનાળાની શરૂઆત થતાંની સાથે જ બનાસકાંઠા જિલ્લામાંથી પાણીની પળોજણ સર્જાઈ છે.  ત્યારે ખેડૂતો અને અને પાણી માટે ટળવળતા લોકોની સ્થિતિ  અતિ કફોળી બની છે.

Gujarat Others Trending
auto 6 જિલ્લામાં પાણીનો પોકાર, સિંચાઈની વાત બાજુએ રહી અહીં તો પીવાના પાણીના પણ ફાંફા

ઉનાળાની શરૂઆત થતાંની સાથે જ બનાસકાંઠા જિલ્લામાંથી પાણીની પળોજણ સર્જાઈ છે.  ત્યારે ખેડૂતો અને અને પાણી માટે ટળવળતા લોકોની સ્થિતિ  અતિ કફોળી બની છે.

  • જિલ્લાના ખેડૂતો અને લોકોની હાલત બની કફોડી
  • બોરમાંથી પણ આવવા લાગ્યું ખારૂં પાણી
  • પાણી વગર ખેતી પાકને નુકસાન જતાં ખેડૂતો મુશ્કેલીમાં
  • ખેડૂતોને ટેન્કર દ્વારા પાણી મંગાવવાની આવી નોબત

બનાસકાંઠાના ડીસા તાલુકાના ઝેરડા ગામના લોકો ઉનાળાની શરૂઆતમાં જ પાણી વિના ટળવળી રહ્યા છે.  અહીંના ખેડૂતો પાસે 20-20, 30 -30 વિઘા જમીન પોતાની હોવા છતાં અને પોતાની જમીનમાં બોર હોવા છતાં પણ અહીંના ખેડૂતોએ પીવા માટે બહારથી પાણીનું ટેન્કર મંગાવવું પડે છે, કારણ કે, અહીંના બોરમાં હવે મીઠું નહિ પણ ખારું પાણી આવે છે, અહીંના ખેડૂતોએ પાણીની અછત પહોંચી વળવા માટે પોતાના ખેતરમાં 800 થી હજાર ફૂટ ઊંડા બોર બનાવ્યા છે.

પરંતુ તેમાં ખારું પાણી આવતા ખેડૂતોની હાલત કફોડી બની છે, પાણી ખારું આવતા પીવા માટે પણ બહારથી ટેન્કર દ્વારા પાણી લાવવાની નોબત આવી છે., પીવાના પાણીના ફાંફા વચ્ચે સિંચાઈ માટે પાણીની વાત તો કેમ થાય ? દર વર્ષે આ વિસ્તારમાં પાણીના તળ ઊંડા જઈ રહ્યાં છે. જેના કારણે છેલ્લા ચાર-પાંચ વર્ષની અંદર હજારો હેક્ટર જમીનમાં ખેતીનો પાક પણ નિષ્ફળ જઇ રહ્યો છે અને ખેતી પાક નિષ્ફળ જતા ખેડૂતોની હાલત કફોડી બની રહી છે.

આ વિસ્તારની વાત કરીએ તો અંદાજે 30 થી 40 જેટલા ગામોમાં દર એક હજારથી પણ વધુ ખેડૂતોની 18 થી 20 હજાર હેકટર જમીનમાં ખારૂ પાણી આવવા લાગ્યું છે, મીઠા પાણીની આશાએ આ વિસ્તારના ખેડૂતો પોતાના ખેતરમાં ચાર ચાર, પાંચ પાંચ વખત બોર બનાવવાનો ખર્ચ કરી ચૂક્યા છે અને લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં પણ મીઠું પાણી મૃગજળ સમાન બની બની ગયું છે .ખારા પાણીના કારણે ખેતી પણ થતી નથી અને મોટાભાગની જમીન પર ખારો પટ છવાઈ ગઈ હોય તેવા દ્રશ્યો નજરે પડ્યા છે, ત્યારે સરકાર આ વિસ્તારના ખેડૂતો માટે કોઈ ખાસ આયોજન કરે અથવા મેસેજ દ્વારા આ વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરે તેવી ખેડૂતોની માંગ છે.

બનાસકાંઠા જિલ્લામાં ત્રણ જળાશયો છે તેમ છતાં પણ અહીંના ખેડૂતોની આ હાલત છે ત્યારે છેવાડે રહેતા ખેડૂતો ની શું હાલત હશે તેની કલ્પના જ કરવી રહી.