Not Set/ મુંબઈમાં નાર્કોટેસ્ટ વિભાગને મળી મોટી સફળતા, જપ્ત કર્યું અધધ..૧૦૦૦ કરોડ રૂ.નું ડ્રગ્સ

મુંબઈ, નવા વર્ષની શરૂઆતને લઇ હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ પહેલા જ મહારાષ્ટ્ર એન્ટ્રી નાર્કોટિક્સ સેલને મોટી સફળતા મળી છે. નાર્કોટિક્સ સેલ દ્વારા મુંબઈના વકોલા વિસ્તારમાંથી ૧ હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. આ મોટી કાર્યવાહી નાર્કોટિક્સ વિભાગ અને મુંબઈ પોલીસના એક જોઈન્ટ ઓપરેશન દ્વારા કરવામાં આવી છે, જેમાં અંદાજે ૧૦૦ કિલોગ્રામ […]

Top Stories India Trending
snorting drugs મુંબઈમાં નાર્કોટેસ્ટ વિભાગને મળી મોટી સફળતા, જપ્ત કર્યું અધધ..૧૦૦૦ કરોડ રૂ.નું ડ્રગ્સ

મુંબઈ,

નવા વર્ષની શરૂઆતને લઇ હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ પહેલા જ મહારાષ્ટ્ર એન્ટ્રી નાર્કોટિક્સ સેલને મોટી સફળતા મળી છે. નાર્કોટિક્સ સેલ દ્વારા મુંબઈના વકોલા વિસ્તારમાંથી ૧ હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું છે.

આ મોટી કાર્યવાહી નાર્કોટિક્સ વિભાગ અને મુંબઈ પોલીસના એક જોઈન્ટ ઓપરેશન દ્વારા કરવામાં આવી છે, જેમાં અંદાજે ૧૦૦ કિલોગ્રામ પ્રતિબંધિત ફેંટનાઇલ ડ્રગ્સ જપ્ત કરાયું છે.

e1b249e3 6d99 4506 abd8 35f2d54ff2d8 મુંબઈમાં નાર્કોટેસ્ટ વિભાગને મળી મોટી સફળતા, જપ્ત કર્યું અધધ..૧૦૦૦ કરોડ રૂ.નું ડ્રગ્સ
national-anti-narcotics-cell-seized-drugs-worth-rupees-1000-crore-mumbai

આ કાર્યવાહી દરમિયાન પોલીસ દ્વારા ૪ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, જપ્ત કરાયેલા ડ્રગ્સના જથ્થાને વિદેશમાં મોકલવા માટે એકઠું કરવામાં આવ્યું હતું.

જપ્ત કરાયેલા કરોડો રૂપિયાના ડ્રગ્સ બાદ એન્ટી નાર્કોટિક્સ સેલના એક અધિકારીએ જણાવ્યું, “સેલના અધિકારીઓને એક મુખધિર દ્વારા ડ્રગ્સની મુવમેન્ટ અંગે જાણકારી મળી હતી અને ત્યારબાદ જ અ ખાસ કાર્યવાહી કરવામાં આવી છે”.

એન્ટ્રી નાર્કોટિક્સ સેલના DCP શિવદીપ લાંડેએ જણાવ્યું હતું કે, “આ કાર્યવાહી દરમિયાન સલીમ ઈસ્માઈલ ઢાલા, ચંદ્રમણી તિવારી, સંદીપ તિવારી અને ઘનશ્યામ રામરાજ સરોજ નામના ચાર લોકોની ધરપકડ કરાઈ છે.