Not Set/ રશિયા અને અમેરિકા વચ્ચે ટેન્શન વધ્યું, દૂધ અને દહીં એમ બન્નેમાં પગ રાખવો ભારત માટે મુશ્કેલ

રશિયા અને ભારતની વચ્ચે અબજો ડૉલરનો સૈન્ય સહયોગ છે, પરંતુ ચીન રશિયાના અભિયાનમાં સામેલ છે

World
116680985 bidenputin રશિયા અને અમેરિકા વચ્ચે ટેન્શન વધ્યું, દૂધ અને દહીં એમ બન્નેમાં પગ રાખવો ભારત માટે મુશ્કેલ

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિપરીત જો બાઇડને સત્તામાં આવ્યા બાદથી પુતિનને લઇને સખ્ત વલણ અપનાવી રાખ્યું છે. જેના કારણે અમેરિકા અને રશિયા વચ્ચે સંઘર્ષની સ્થિતિ ઉભી થઇ છે. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને (Joe Biden) રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ‘કિલર’ કહી દીધા તો તેના જવાબમાં પુતિને (Putin) પોતાના રાજદ્વારીઓને પાછા બોલાવી લીધા અને અમેરિકાને મણ મણનું ચોપડાવ્યું.

પુતિને કહ્યું કે, અમેરિકાનો ઇતિહાસ (History) અન્યાયથી ભરેલો પડ્યો છે. તેમણે દાસ પ્રથા અને જાપાનમાં પરમાણુ હુમલાનું ઉદાહરણ આપ્યું. સીરિયામાં અમેરિકા ઇચ્છવા છતા પણ ત્યાંના રાષ્ટ્રપતિ બશર-અલ-અસદને ના હટાવી શક્યું. એટલા સુધી કે અમેરિકાએ પાછા હટવું પડ્યું. આવું રશિયન રાષ્ટ્રપતિ પુતિનના કારણે થયું. સીરિયાઈ રાષ્ટ્રપતિને પુતિનનું સંરક્ષણ હતુ, જ્યારે અમેરિકા, ઇઝરાયલ, સાઉદી અને યૂરોપના અનેક દેશ બશર-અલ-અસદને સત્તાથી હટાવવા ઇચ્છતા હતા.

આ સ્થિતિમાં ભારત માટે દ્ધિધાજનક સ્થિતિ પેદા થવાની શક્યતા છે. ભારત અને ચીનમાં તણાવ હજુ ટેન્શન સમાપ્ત નથી થયું. પૂર્વ લદ્દાખમાં હજુ પણ ચીની સૈનિકો તેમની પૂર્વસ્થિતિએ ગયા નથી. બીજી તરફ રશિયા માટે ભારત શીત યુદ્ધ દરમિયાનથી જ એક ભાગીદાર તરીકે રહ્યું છે. રશિયા અને ભારતની વચ્ચે અબજો ડૉલરનો સૈન્ય સહયોગ છે, પરંતુ ચીન રશિયાના અભિયાનમાં સામેલ છે, જ્યાં અમેરિકાના વૈશ્વિક નેતૃત્વને પડકાર આપવાની વાત આવે છે. રશિયા માટે એ ઘણું મહત્વનું છે કે તે અમેરિકાને પડકાર આપે અને આ અભિયાનમાં તેને ચીનથી જ મદદ મળી શકે છે.

ભારતના મામલે પણ રશિયા ચીનની વિરુદ્ધ ના જઈ શકે. રાજનાથ સિંહના રશિયા પ્રવાસ દરમિયાન ભારતે પ્રયત્ન કર્યો કે ચીન સાથે વિવાદને ઉકેલી શકાય. પરંતુ રશિયાએ કોઈનો પણ પક્ષ ન લીધો. ઉલટાનું રશિયન વિદેશ મંત્રીએ તો ત્યાં સુધી કહી દીધું કે પશ્ચિમના દેશ ભારતને ચીન વિરોધી મોહરા તરીકે ઉપયોગ કરવા ઇચ્છે છે. ભારત માટે આ નિવેદન કોઈ ઝાટકા સમાન હતુ. હવે ભારત માટે મુશ્કેલી એ છે કે તે ચીની આક્રમકતાને પહોંચી વળવા માટે કોની મદદ લે? રશિયાથી મદદ નથી મળી રહી. રશિયા અને અમેરિકા વચ્ચે તણાવ વધી રહ્યો છે. આવામાં ભારત અમેરિકાની પાસે જાય છે તો રશિયા નારાજ થશે.

આવામાં રશિયા અને પાકિસ્તાનની દોસ્તી વધી શકે છે. રશિયા અને તેનું દોસ્ત ચીન પહેલાથી જ પાકિસ્તાનની નજીક છે. જો રશિયા અને પાકિસ્તાન નજીક આવે છે તો તેને સૈન્ય તાકાત વધારવામાં મદદ મળી શકે છે.