જાહેરાત/ આમ આદમી પાર્ટી અમદાવાદ ઝોન અને શહેરની નવનિયુક્ત સમિતિ બોડીની કરી જાહેરાત

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ને દોઢ વર્ષ બાકી છે તેવામાં દરેક રાજકીય પક્ષ અલગ અલગ સમિતિ બનાવી પક્ષ ને મજબૂત કરવામાં લાગ્યા છે.

Ahmedabad Gujarat
A 86 આમ આદમી પાર્ટી અમદાવાદ ઝોન અને શહેરની નવનિયુક્ત સમિતિ બોડીની કરી જાહેરાત

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ને દોઢ વર્ષ બાકી છે તેવામાં દરેક રાજકીય પક્ષ અલગ અલગ સમિતિ બનાવી પક્ષ ને મજબૂત કરવામાં લાગ્યા છે. તેવામાં ગુજરાતમાં આવેલી આમ આદમી પાર્ટી અમદાવાદ ઝોન અને અમદાવાદ શહેરની નવનિયુક્ત સમિતિ બોડીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં શહેર પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો અને જવાબદારી સોંપવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાના બે બાગ અંદાજથી ઉભરી આવેલ આમ આદમી પાર્ટી આગામી આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈ એડીચોટીનું જોર લગાવવામાં લાગી છે. તેવામાં અમદાવાદ શહેર સમિતિ અને અમદાવાદ ઝોનની નવનિયુક્ત સમિતિ બોડીની જાહેરાત કરવામાં આવી છે. પ્રભારી શિવકુમાર ઉપાધ્યાની હાજરીમાં હાઈ કમાન્ડ સાથે ચર્ચા કર્યા બાદ અમદાવાદ શહેર પ્રમુખ અને શહેર બોડી ની જાહેરાત કરવામાં આવી. જેમાં હરીશ કોઠારીને અમદાવાદ ઝોનમાં સહ સંગઠન મંત્રી બનાવવામાં આવ્યા. તો સેક્રેટરી પડે ત્રણ સભ્યોની નિમણૂક કરવા આવી.

આ પણ વાંચો :કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે CMને પત્ર લખી કરી આ માંગ…

અમદાવાદ શહેર સમિતિની યાદીમાં બીપીન પ્રજાપતિ અને બિપિન પટેલ ની ઉપ પ્રમુખ પદે વરણી કરવામાં આવી. તો બીજી તરફ સહ સંગઠન મંત્રી,જનરલ સેક્રેટરી, સેક્રેટરી કેશિયર , યુવા પ્રમુખ , ઉપ પ્રમુખ જેવા અલગ અલગ પળોને લઇને આમ આદમી પાર્ટી દ્વારા સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી. જે  દરમિયાન શહેર પ્રમુખ જે.જે મેવાડા એ જણાવ્યું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી સત્તામાં આવશે તો ગ્રાઉન્ડ લેવલ સામાન્ય લોકોને પડી રહેલી મુશ્કેલીને પ્રાથમિકતા રાખી નિવારણ લાવવામાં આવશે.

આ પણ વાંચો :કોરોના કાળમાં બોગસ ડોકટરોનો ફાટ્યો રાફડો, સુરતના પલસાણામાંથી ઝડપાયા 2 તબીબ

તો બીજી તરફ ગુજરાતમાં જે રીતે કોરોના મહામારી ચાલી રહી છે તેમ લોકો વહેલી તકે વેકસીનેશન કરાવે તેમાં આમ આદમી પાર્ટી લોકોમાં અવેરનેસ આવે તેમ જાગૃતિ આવે તે માટે કેપિયન ચલાવી રહી છે. આમ આદમી પાર્ટી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં સ્થાનિક પ્રશ્નો નું નિવારણ લાવવા માટે થઈ અલગ અલગ ઝોન અને સમિતિની રચના કરવામાં આવી છે. તો જોવાનું રહ્યું આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જનતા જનાર્દન ના આશીર્વાદ સાર્થક કરી શકશે ખરી.

આ પણ વાંચો :ટુરીસ્ટ વિઝા પર ઈન્ડિયા આવી દેહવિક્ર્યનો વ્યવસાય કરતી કેન્યાની મહિલા ઝડપાઈ