Anand/ આણંદમાં અનાથ આશ્રમની 17 બાળાઆે સાથે છેડછાડઃ વ્યવસ્થાપક સસ્પેન્ડ

આણંદના બોરીયાવી ગામ ખાતે આવેલા જીવન-આનંદ આશ્રમ સુપ્રિન્ટેન્ડેન્ટની આશ્રમની 17 બાળકીઆે સાથે છેડછાડ કરવાના ગુનામાં ધરપકડ કરી લેવામાં આવી છે. સુપ્રિન્ટેન્ડેન્ટ આશ્રમની નાની અને અનાથ બાળકીઆેને અલગ અલગ જગ્યાએ લઈ જઈને તેની સાથે શારીરિક છેડછાડ કરતી હતો. આ મામલો ઉજાગર થયા બાદ આશ્રમના સંચાલકોએ તેને સસ્પેન્ડ કરી દીધો હતો. તેની ધરપકડ કરી લેવામાં આવી છે. મળતી માહિતી […]

Top Stories Gujarat Others
4 1541355087 આણંદમાં અનાથ આશ્રમની 17 બાળાઆે સાથે છેડછાડઃ વ્યવસ્થાપક સસ્પેન્ડ

આણંદના બોરીયાવી ગામ ખાતે આવેલા જીવન-આનંદ આશ્રમ સુપ્રિન્ટેન્ડેન્ટની આશ્રમની 17 બાળકીઆે સાથે છેડછાડ કરવાના ગુનામાં ધરપકડ કરી લેવામાં આવી છે. સુપ્રિન્ટેન્ડેન્ટ આશ્રમની નાની અને અનાથ બાળકીઆેને અલગ અલગ જગ્યાએ લઈ જઈને તેની સાથે શારીરિક છેડછાડ કરતી હતો. આ મામલો ઉજાગર થયા બાદ આશ્રમના સંચાલકોએ તેને સસ્પેન્ડ કરી દીધો હતો. તેની ધરપકડ કરી લેવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે જીવન-આનંદ આશ્રમ ખાતે મિનેષ પરમાર વ્યવસ્થાપક તરીકે કામ કરતો હતો. મિનેષની પત્ની આશ્રમની ટ્રસ્ટી તરીકે કાર્યરત હતી. આશ્રમના સંચાલકોને માલુમ પડ્યું હતું કે આશ્રમમાં રહેતી નાની બાળકીઆેને મિનેષ પરેશાન કરતો હતો. મિનેષ બાળકીઆે સાથે આશ્રમમાં જ છેડછાડ કરતો હતો.  આ વાત સંચાલકોના કાને પડતા મિનેષ અને તેની પત્નીને સસ્પેન્ડ કરી દીધા હતા.

આશ્રમની બાળકીઆેની ફરિયાદ પ્રમાણે મિનેષ તેમને ખોટી રીતે સ્પર્શ કરતો હતો, તેમજ તેની સાથે શારીરિક સંબંધ બાંધવાનું દબાણ કરતો હતો. સાથે આવી વાત કોઈને નહી કરવાની ધમકી પણ આપતો હતો.  જે બાદમાં આ મામલો જિલ્લા બાળ સંરક્ષણ સમિતિ પાસે પહાેંચ્યો હતો અને આખું પ્રકરણ બહાર આવ્યું હતું. રવિવારે આણંદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.