રાજકીય/ પંજા બાદ ઝાડુ ઉપર કમળની તરાપ, ‘આપ’ના પાંચ કોર્પોરેટરોએ ‘ઝાડુ’ છોડી પકડયું ‘કમળ’

ભાજપમાં આવવા કોઈ કોર્પોરેટરએ પૈસા નથી લીધા. આપે અમારું શોષણ કર્યું હતું, આપ જેવી તાનાશાહી પાર્ટીમાં જોડાયા તેનો અફસોસ છે. : ભાજપમાં જોડાયેલા કોર્પોરેટરની વ્યથા

Top Stories Gujarat
આપના કોર્પોરેટરોએ

ગુજરાત રાજ્યમાં આગામી વિધાનસભાની ચુંટણી ને લઈ રાજકીય તડજોડની નીતિઓ શરૂ થઈ ચુકી છે. પહેલા કોંગ્રેસના ધારાસભ્યો ઉપર ભાજપ તરાપ મારતું હતું. અને હવે ભાજપનો ઝોક આપ તરફ વાળ્યો હોય તેમ લાગે છે. ગત નગરપાલિકાની ચૂંટણીમાં સુરત ખાતે આપે સારી એવી બેઠક મેળવી હતી. અને હવે ‘આપ ‘ ભાજપની નજરમાં વસ્યું છે. અને આપના કોર્પોરેટરોએ ઝાડુનો સાથ છોડી  કમળનું ફૂલ હાથમાં લઈ કેસરિયા કર્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સુરત આમ આદમી પાર્ટીના 5 કોર્પોરેટર ભાજપમાં જોડાય છે. ગાંધીનગર કમલમ ખાતે ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાની હાજરીમાં આપના કોર્પોરેટરોએ કેસરિયા કર્યા છે. વિધિવત રીતે ભાજપમાં જોડાય છે.  જેમાં  વિપુલભાઈ મેવાળીયા
જ્યોતિકાબેન રાઠીયા
રૃતા બેન કાકડીયા
ભાવનાબેન દંડક
મનીષા બેન કુકડીયા નો સમાવેશ થાય છે. આ અંગે આ કોર્પોરેટરએ જણાવ્યું હતું કે, PM નરેન્દ્રભાઈની વિચારધારાને લઈ ભાજપ માં જોડાઈ રહ્યા છે. મહેશ કસવાળા, હર્ષ સંઘવી, પ્રશાંત કોરાટે ખેસ પહેરાવી ‘આપ’ ના કોર્પોરેટરનું ભાજપ પક્ષમાં સ્વાગત કર્યું હતું.

ભાજપનો કેસરીયો ધારણ કર્યા બાદ  રુતા બેન કાકડીયાએ જણાવ્યું હતું કે, જે પાર્ટીમાંથી જીતીને આવી ખૂબ ઉત્સાહ હતો. લોકોની સેવા કરવાનો, પરંતુ મારી પર્સનલ લાઈફમાં મારે ડિવોર્સ થયા.  મારી પર ભાજપ વિરુદ્ધ પ્રેસ કરવાનો દબાણ હતું. મારા પરિવાર પર ખૂબ ત્રાસ ગુજારવામાં આવ્યો, મને પણ ટોર્ચર કરવામાં આવતી હતી. મારી પાસે જે પુરાવા છે તે હું કાયદાકીય લડત લડીશ. હું સૌથી વધુ વોટ લાવી હતી.  હું સુરતના બધા સ્થાનિક હોદેદારો વિરુદ્ધ કોર્ટમાં લડીશ.

જ્યારે ભાવનાબેન સોલંકી જણાવ્યું હતું કે, જ્યારે ચૂંટણી હતી ત્યારે આપ વિશે મેં ખૂબ સારી વાતો સાંભળી હતી. જ્યારે જીત્યા પછી મેં પ્રશ્નો ઉઠાવ્યા ત્યારે મને રોકવામાં આવી. ત્યાં બધું બનાવટી હતું. હું sc સમાજ માં થી આવું છું. આપમાં મારા હાથનું પાણી પણ પીતા નહોતા.  આમ આદમી પાર્ટીએ મને બોલવાનો મોકો આપ્યો નથી. ભાજપે આપ્યો છે. Sc સમાજને ભાજપે સમાન હક આપ્યો છે. આપમાં છૂત અછૂત  રાખવામાં આવે છે. કાર્યકર્તા ,અધ્યક્ષ કોઈ ની બર્થડે સેલિબ્રેટ કરવા અમારી પાસે પૈસા ઉઘરાવે છે.

જ્યારે વિપુલભાઇ મોવાળીયાએ આ અંગે જણાવ્યું હતું કે, હવે અમે ભાજપમાં રહી સારા કામ કરી શકીશું. નરેન્દ્રભાઈઅને અમિતભાઇ તેમજ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ એ અમને મોકો આપ્યો તે બદલ આભાર માનું છું. મને કાલે આપમાંથી નોટિસ આપવામાં આવી. હું જવાબ આપું છું કે મારા મત વિસ્તારમાં લોકોને પૂછી જુઓ, રાતે બે વાગે પણ હું લોકોના કામ માટે હાજર હોવું છું. તાનાશાહી પાર્ટીમાં અમે જોડાયા તેનો અફસોસ છે.

એક પણ કોર્પોરેટર પર ભ્રષ્ટાચારનો આરોપ નથી. મેં ફોર્ચ્યુનર લીધી એવો આક્ષેપ કર્યો. મારી પાસે મારી 3 ગાડી છે. બીજાના નામની નથી.  પૈસાની મારે કોઈ કમી નથી.  ભાજપમાં આવવા મારો સાથેના કોઈ કોર્પોરેટર એ પૈસા નથી લીધા.

ભાજપની પ્રતિક્રિયા 

તો આ અંગે પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા એ જણાવ્યું હતું કે, આજે સુરત ના 5 કોર્પોરેટર ભાજપ માં જોડાયા છે. હું તેમનું સ્વાગત કરું છું.  ગુજરાતની જનતા 27 વર્ષ થી ભાજપને  પ્રેમ કરે છે.  ભાજપ વિકાસનો પર્યાય બની ચુકી છે.  સર્જીકલ સ્ટ્રાઈક પર શંકા કરનારી આમઆદમી પાર્ટી  શાહીનબાગમાં સમર્થન આપેછે.  દેશમાં અરાજકતા ફેલાવનાર પાર્ટી છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આપ દેશ વિરોધી તત્વોને સમર્થન આપે છે. એ પાર્ટી પોતાના કોર્પોરેટર ને સાંભળી શકતી  નથી. અમારી પાર્ટી કાર્યકર્તાની પાર્ટી છે.  ભાજપ માં કાર્યકર્તા ના યોગદાન ને મહત્વ આપવામાં આવે છે. અમે કોઈ ને આમંત્રણ આપતા નથી.

વસંત પંચમી / વસંત પંચમી પર સૂર્ય-શનિ-બુધની યુતિ, પરંતુ કાલસર્પ યોગથી રહો સાવધ

વસંત પંચમી / વસંત પંચમી પર કામદેવની પૂજા શા માટે કરવામાં આવે છે ? કારણ જાણીને લાગશે નવાઈ

Life Management / એક વિકલાંગ રાજાનું સુંદર ચિત્ર બનવાનું હતું, ત્યારે એક ચિત્રકારે એવું કર્યું કે બધાને આશ્ચર્ય થયું