જૂનાગઢ/ ભારે વરસાદ વચ્ચે પેરેલિસિસ મહિલાનું રેસ્ક્યુ, જુઓ તસ્વીરો

જૂનાગઢ જિલ્લામાં આજે મેઘરાજા મહેરબાન થયા છે. શહેરમાં સવારે 6થી 12 વાગ્યા દરમિયાન ચાર ઈંચ વરસાદ ખાબકતાં અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી.

Gujarat Others
woman

જૂનાગઢ જિલ્લામાં આજે મેઘરાજા મહેરબાન થયા છે. શહેરમાં સવારે 6થી 12 વાગ્યા દરમિયાન ચાર ઈંચ વરસાદ ખાબકતાં અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભારાય ગયા છે. શહેરમાં પડી રહેલા ભારે થયાથી ભારે વરસાદને પગલે શહેરના અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની અનેક ફરિયાદો ફાયર વિભાગને મળી છે. શહેરના જોશી પરા વિસ્તાર, મધુરમ વિસ્તાર , સાબલપુર ચોકડી તેમજ વિશ્વકર્મા સોસાયટીમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતા. અનેક નિચાણ વાળા મકાનોમાં પાણી ફરી મળતા ફાયર શાખાની ટીમો દ્વારા અલગ અલગ વિસ્તારોમાં રેસ્ક્યુ શરૂ કરવામાં આવ્યું છે

woman

વિશ્વકર્મા સોસાયટી, ગોવર્ધન પાર્કમાં એક પેરેલિસિસ થયેલા મહિલાને ફાયરના કમલેશ પુરોહિત હાજાભાઇ સહિતના જવાનોએ ઊંચકીને ગોઠણડૂબ પાણીમાંથી પસાર થઈને રેસ્ક્યુ કરીને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં સાતેક જેટલા રેસ્ક્યુના કોલ ફાયર વિભાગને મળતા ટિમો શહેરમાં કામે લાગી છે.

woman

ભારે વરસાદને પગલે જોષીપરા વિસ્તારના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે જ્યારે ઝાંઝરડા રોડ ઉપર આવેલ સિધ્ધનાથ મહાદેવ મંદિરના પટાગણમાં પાણી ફરી વળ્યા હતા. તો અહીંનો અંડરબ્રિજ બંધ કરવો પડ્યો છે.

આ પણ વાંચો: ભાજપ સંસદીય બોર્ડમાંથી નીતિન ગડકરી અને શિવરાજ સિંહ ચૌહાણને હટાવ્યા, ચૂંટણી સમિતિની પણ નવી રચના